તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
અમદાવાદ ડિવિઝનને એક મહિનામાં ૧૮૬ કરોડ રૂપિયાની આવક
રેલ્વેને ફળ્યો મહાકુંભ :૬૦ લાખથી વધુનો દંડ વસૂલ્યો

અમદાવાદ,તા.૮: પ્રયાગરાજ ખાતે યોજાયેલો મહાકુંભ ભારતીય રેલવેને ફળ્યો છે. જાન્યુઆરી મહિનામાં રેલવેના અમદાવાદ ડિવિઝનને રૂપિયા ૧૮૬.૪૫ કરોડની આવક થઈ છે. આમ, જાન્યુઆરીમાં રેલવેના અમદાવાદ ડિવિઝને દરરોજ સરેરાશ રૂપિયા ૬ કરોડથી વધુની આવક કરી છે.
ઉનાળા કે દિવાળી વેકેશન કરતાં પણ મહાકુંભ દરમિયાન રેલવેને સૌથી વધુ આવક થઈ છે. અમદાવાદ ડિવિઝનની વાત કરવામાં આવે તો નવેમ્બરમાં આવક ૧૬૭.૬૨ કરોડ રૂપિયા, ડિસેમ્બરમાં ૧૭૫.૨૯ કરોડ રૂપિયા હતી, જે જાન્યુઆરીમાં વધીને ૧૮૬.૪૫ કરોડ રૂપિયા થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ રેલવેને દર મહિને સરેરાશ ૧૭૦ કરોડ રૂપિયાની આવક થતી હોય છે. નોંધનીય છે કે, આ વર્ષે મહાકુંભને કારણે અનેક લોકોએ નવા નિયમ મજબ ડિસેમ્બરથી જ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું. સામાન્ય ટ્રેન હાઉસફુલ થઈ જતાં અમદાવાદથી ૨૦થી વધુ કુંભ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત થઈ હતી. આ પૈકાની મોટાભાગની સ્પેશિયલ ટ્રેનો જાહેરાતની સાથે જ હાઉસફુલ થઈ ગઈ છે.
આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં રેલવે દ્વારા અમદાવાદ સહિત ડિવિઝનના વિવિધ સેક્શનમાં વિશેષ ચેકિંગ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી. જાન્યુઆરી મહિનામાં કુલ ૨૪,૭૫૩ લોકોને ઝડપી તેમની પાસેથી ૧.૭૮ કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ કરવામાં આવ્યા હતા. ૨૫ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધી આરપીએફની મદદથી રેલવે અધિકારીઓના નેતળત્વમાં વિશેષ ઝુંબેશ કરાઈ હતી. આ સમય દરમિયાન ટિકિટ વગર તેમજ અન્ય કોચમાં મુસાફરી કરતા ૯૧૨૬ લોકોને ઝડપી તેમની પાસેથી દંડ પેટે ૬૪.૨૫ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતાં.
રેલવે અમદાવાદ ડિવિઝનની આવકનું સરવૈયું
મહિનો મુસાફર કુલ આવક
નવેમ્બર ૧૮.૭૨ લાખ ૧૬૭.૬૨ કરોડ
ડિસેમ્બર ૧૯.૯૧ લાખ ૧૭૫.૨૯ કરોડ
જાન્યુઆરી ૨૦.૫૬લાખ ૧૮૬.૪૫ કરોડ
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
