તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
લીંબડી, સાયલા, સુરેન્દ્રનગર વિસ્તારમાં ચાર બાઇક અકસ્માત : બે ના મોત

વઢવાણ,તા.૮ : લીંબડી, સાયલા, સુરેન્દ્રનગર બી ડીવીઝન અને સાયલા પોલીસ મથકે અકસ્માતના ૪ બનાવ નોંધાયા છે. જેમાં લીંબડીના ચોરણીયા અને ખારાઘોઢાના પુલ પાસે અકસ્માતમાં બે બાઈક સવારના મોત થયા છે. જયારે સાયલાના નાના કેરાળા પાસે કાર અડફેટે બાઈક સવાર દંપતીને ઈજા પહોંચી છે.
લીંબડી તાલુકાના ઉંટડી ગામે રહેતા જલાભાઈ રૂડાભાઈ સીંધવ મજુરી કરે છે. તેઓ અને તેમના ભાઈ લક્ષ્મણભાઈ બાઈક લઈને ચોરણીયા બોર્ડ પાસે આવેલ સોલાર પ્લાન્ટમાં સોલાર પેનલો પર પાણી છાંટવા ગયા હતા. જયાંથી પરત આવતા હતા ત્યારે ચોરણીયા બોર્ડ નજીક ડીવાઈડર પાસે માટી નાંખેલ હોઈ બાઈક સ્લીપ થઈ જતુ હોય તેઓ નીચે ઉતરી ચાલતા હતા. ત્યારે પાછળથી આવેલ એક ટ્રક ચાલકે બાઈક અને લક્ષ્મણભાઈ સાથે અકસ્માત કરી ફંગોળ્યા હતા. અને ટ્રક મુકી ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં લક્ષ્મણભાઈને લીંબડી હોસ્પિટલે પ્રાથમીક સારવાર આપી સુરેન્દ્રનગર લઈ જવાતા રસ્તામાં અકેવાળીયા પાસે મોત થયુ હતુ.
તપાસ એએસઆઈ એ. એન. બુધેલીયા ચલાવી રહ્યા છે. પાટડીના બાજપાઈનગરમાં રહેતા વિપુલભાઈ પ્રતાપભાઈ મકવાણા અને પુનમસીંહ ભીખુભા ઝાલા ગત તા. ૧લીના રોજ સાંજે બાઈક લઈને ખારાઘોઢા જુનાગામના પુલ પાસેથી પસાર થતા હતા. ત્યારે સામેથી આવતા લોડીંગ રિક્ષાના ચાલક રમેશભાઈ લઘરાભાઈઅ બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં વિપુલભાઈ અને પુનમસીંહ બન્નેને ઈજા થતા સારવાર માટે વિરમગામ લઈ જવાયા હતા. જયાં વિપુલ મકવાણાનું મોત થયુ હતુ. બનાવની મળતકના ભાઈ કિશનભાઈ મકવાણાએ પાટડી પોલીસ મથકે રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ આર.જી.ચુડાસમા ચલાવી રહ્યા છે.
લખતરના વણા ગામે રહેતા કાર્તીકસીંહ હરેશસીંહ રાણા સુરેન્દ્રનગરની એચડીબી ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરે છે. ગત તા. ૫મીના રોજ સવારે તેઓ બાઈક લઈને વણાથી સુરેન્દ્રનગર આવતા હતા. તેમના બાઈક પાછળ કુંટુંબીભાઈ વિશ્વરાજસીંહ બેઠા હતા. ત્યારે બાકરથળીથી મુળચંદ નર્મદા કેનાલ પાસે એક ટ્રક ચાલકે બાઈક અકસ્માત સાથે કર્યો હતો. જેમાં બન્નેને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા. તપાસ એએસઆઈ એસ.પી.રાણા ચલાવી રહ્યા છે.
વઢવાણ તાલુકાના રામપરા ગામે રહેતા વનરાજભાઈ વશરામભાઈ આકવીયા ખેતમજુરી કરે છે. તેમની દિકરી પુજાબેનના લગ્ન સાયલા તાલુકાના નાના કેરાળા ગામે કરાયા છે. દિકરીના સાસરે વ્યવહારીક કામ હોય વનરાજભાઈ અને તેમના પત્ની માયાબેન બાઈક લઈને નાના કેરાળા ગયા હતા. જયાંથી પરત ફરતા સમયે નાના કેરાળા-સાયલા કેનાલના રોડ પર સામેથી આવતી આઈટેન કારના ચાલકે પુરઝડપે ચલાવી બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં વનરાજભાઈ અને માયાબેનને ઈજાઓ થતા દવાખાને લઈ જવાયા હતા. બનાવની સાયલા પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એફ. યુ. સીદાતર ચલાવી રહ્યા છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
