<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

ઈસુદાન ગઢવીનો ભાજપને ટોણો: કહ્યું- 'ગુજરાતની જેમ તમારા મિત્રો માટે વીજળી મોંઘી ના કરી દેતા

ચૂંટણીમાં ભાજપે મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાનું વચન આપ્યું હતુ, તે પણ પુરુ કરશે. ભાજપ ઝૂંપડપટ્ટી ના તોડવાનું વચન પણ પાળશેઃ ઈસુદાન ગઢવી

અમદાવાદ : દિલ્હી વિધાનસભાની ચૂંટણીના મોટાભાગના પરિણામો આવી ગયા છે, જેમાં 27 વર્ષ બાદ દેશની રાજધાનીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી હોવાનું સ્પષ્ટ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં ભાજપ 44 બેઠક જીતી ચૂક્યું છે, જ્યારે 4 બેઠક પર પાર્ટીના ઉમેદવાર આગળ છે. જ્યારે આ વખતે આમ આદમી પાર્ટીની ભૂંડી હાર થઈ ગઈ હોય તેમ કેજરીવાલ, મનિષ સિસોદિયા, સોમનાથ ભારતી, સત્યેન્દ્ર જૈન અને રાખી બિડલાન જેવા દિગ્ગજ પાર્ટી નેતાઓને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. આ વખતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી માત્ર 21 બેઠકો જ જીતી શકી છે. એવામાં ગુજરાત આપના અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

ઈસુદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દિલ્હીમાં ભવ્ય જીત મેળવનાર ભાજપને ટોણો મારતા લખ્યું છે કે, દિલ્હીમાં નવી બનવા જઈ રહેલી સરકારને શુભેચ્છા. હું આશા રાખું છું કે, અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જે સેવાના કામ કર્યા છે, તેને ભાજપ બંધ નહીં કરે.

આ સાથે જ હું વિનંતી કરું છું કે, ભાજપ દિલ્હીમાં ફ્રી વીજળી ચાલું રાખશે. ગુજરાતની જેમ પોતાના મિત્રો માટે વીજળી મોંઘી નહીં કરે. આમ આદમી પાર્ટીને મત આપનાર દરેક વ્યક્તિનો આભાર. જેમણે અમને મત નથી આપ્યો, તેમની સેવા અને કામ પણ આમ આદમી પાર્ટી કરતી રહેશે.

વધુમાં ગુજરાત AAP પ્રમુખે જણાવ્યું કે, દિલ્હીની જનતાએ 10 વર્ષ સુધી આમ આદમી પાર્ટીને સેવા કરવાનવી તક આપી. અમારી પાર્ટીએ 10 વર્ષ સુધી દિલ્હીમાં શિક્ષણથી લઈને સ્વાસ્થ્ય સહિત દરેક ક્ષેત્રમાં ઉમદા કામ કરીને દિલ્હીની જનતાને સાચી સાબિત કરી છે. જો કે લોકશાહીમાં જનતા સર્વોપરી છે. આથી જનતાનો જે નિર્ણય છે, તેનો અમે સ્વીકાર કરીએ છીએ

 

(7:34 PM IST)