તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
દિલ્હીના લોકોએ જીત્યું દેશનું દિલ: ભાજપના વિજય પર સુરતમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા
સુરતમાં કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, દિલ્હીના લોકોએ દેશનું દિલ જીતી લીધું છે: દિલ્હીવાળાના દિલમાં પણ મોદી: કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી દરેક રાજ્યમાં જ્યાં મોદી મોદીના નારા ગુંજી રહ્યા છે

:દિલ્હીમાં આજે ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. આ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. સુરતમાં કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ લોકોને સંબોધતા કહ્યું કે, દિલ્હીના લોકોએ દેશનું દિલ જીતી લીધું છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ખૂબ ખાસ છે. આજનો દિવસ પોતાનામાં જ ઐતિહાસિક દિવસ છે. આજે દિલ્હીના લોકોએ દેશનું દિલ જીતી લીધું છે. દિલ્હીવાળાના દિલમાં પણ મોદી , કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી દરેક રાજ્યમાં જ્યાં મોદી મોદીના નારા ગુંજી રહ્યા છે. મોદીજીના આગેવાનીમાં દેશ એક નવી સફળતા હાંસિલ કરી રહ્યો છે ત્યારે આજે દિલ્હીના લોકોએ દિલથી મોદીના સાશનને ડબલ એન્જિનના સરકારના શાસનને લાવવા માટે એક ઐતિહાસિક મતદાન તો કર્યું જે રૂઝાન સામે આવી રહ્યા છે તે પણ ઐતિહાસિક છે. આવનારા દિવસોમાં દિલ્હીને પણ એક એવી સરકારથી મુક્તિ મળવાની છે જેણે દેશની સેના પર પ્રશ્ન ઉઠાવ્યો આ દેશની સેનાના કામ પર દેશના જવાનો પર આ દેશની આસ્થા હર એક વિષય જેના પર લોકોની આસ્થા જોડાયેલી હતી તે દરેક વિષય પર પ્રશ્ન ઉઠાવ્યો બદનામ કર્યા જેણે દેશના પ્રત્યેક નાગરિકોના ક્યાંકને ક્યાંક દિલ દુભાવ્યું એવી સરકારથી આજે દિલ્હીના લોકોને મુક્તિ મળવા જઈ રહી છે.
દિલ્હીની જનતાને પણ હવે ડબલ એન્જિનની સરકાર મળવા જઈ રહી છે. જે પ્રકારે દેશના પ્રત્યેક ગરીબોને આયુષ્માન ભારત હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય બધી પ્રકારની યોજનાનો લાભ મળી રહ્યો છે તે જ પ્રકારે દિલ્હીના લોકોને સારી રીતે લાભ મળશે. જે તેઓ કહેશે તે કરીશું અને તે જ દિશામાં દિલ્હીના લોકો સાથે આવનારા દિવસોમાં આગળ વધીશું.
આજે દિલ્હીના લોકોએ દેશભરના લોકોના દિલ જીત્યા છે. આ ખુશી માત્ર દિલ્હીમાં જ નહીં હું સવારે ચેનલમાં જોઈ રહ્યો હતો કે ક્યાંક કાશ્મીર તો કન્યાકુમારીમાં દેશના પ્રત્યેક સેક્ટરમાંથી દિલ્હીના લોકોનો આભાર માનવામાં આવતો હતો. દિલ્હીના લોકોને જે આઝાદી મળવા જઈ રહી છે તેની ખુશી અહિંયા બેસેલા લોકોમાં પણ જોવા મળી રહી છે. હું સૌને અભિનંદન આપું છું, આવનારા દિવસોમાં મોદીજીના નેતૃત્ત્વમાં દિલ્હીમાં ડબલ એન્જિનની સરકાર એક નવો ઇતિહાસ બનાવશે એ મને પૂર્ણ વિશ્વાસ છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
