તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
પીપોદરા GIDCમાં પ્લાસ્ટિક વેસ્ટજમાંથી ઉત્પાદન કરતી ફેકટરીમાં આગ લાગી: ફાયર વિભાગની ટીમે કાબુ મેળવ્યો
કામરેજ,ટોરેન્ટ અને સુમિલોન ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી: ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા GIDCમાં પ્લાસ્ટિક વેસ્ટજમાંથી ઉત્પાદન કરતી ફેકટરીમાં આગ લાગી હતી. આ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા GIDCમાં પ્લાસ્ટિક વેસ્ટજમાંથી ઉત્પાદન કરતી ફેકટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી કામરેજ,ટોરેન્ટ અને સુમિલોન ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી. આગ ક્યાં કારણોસર લાગી તે હાલ સામે આવ્યું નથી.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
