તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
દિલ્હી વિધાનસભા ચુંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને મળેલ પ્રચંડ જીત બદલ મહાનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે વિજયોત્સવનુ આયોજન કરાયું
દિલ્હીની જનતાએ મફત રેવડી અને ભ્રષ્ટાચારમાં ચુર આમ આદમી પાર્ટી "આપદા” ને જડબાતોડ જવાબ આપ્યો :વિજ્યોત્સવમાં ઢોલ-ત્રાંસા વગાડી, ફટાકડા ફોડી તેમજ કાર્યકર્તાઓએ મોં મીઠુ કરી ઉજવણી કરી

કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક યાદીમાં જણાવે છે કે,આજરોજ દિલ્હી વિધાનસભા ચુંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને મળેલ પ્રચંડ જીત બદલ મહાનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે વિજયોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
મહાનગર અધ્યક્ષ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ પી. શાહે પત્રકાર મિત્રોને સંબોધતા જણાવ્યુ હતુ કે, દિલ્હીની જનતાએ મફત રેવડી અને ભ્રષ્ટાચારમાં ચુર આમ આદમી પાર્ટી "આપદા” ને જડબાતોડ જવાબ આપતા દેશનાપ્રધનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિને સમર્થન આપ્યુ છે. દિલ્હીમાં ડબલ એન્જિનની સરકાર બનવા જઇ રહ્યી છે ત્યારે દિલ્હીની જનતા સાચા અર્થમાં વિકાસથી પરિચીત થશે. આ સાથે હુ દિલ્હીની જનતાનો જે લોકસેવા કરવાની તક આપી છે તે બદલ હ્રદયથી આભાર વ્યક્ત કરુ છુ.
આ વિજ્યોત્સવમાં ઢોલ-ત્રાંસા વગાડી, ફટાકડા ફોડી તેમજ કાર્યકર્તાઓએ મોં મીઠુ કરી ઉજવણી કરી હતી. જેમા અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશભાઇ મકવાણા, મેયર પ્રતિભાબેન જૈન, શહેર મહામંત્રી જિતેન્દ્રભાઇ પટેલ, ભુષણભાઇ ભટ્ટ તેમજ મહાનગરના ધારાસભ્યઓ ,મહાનગરના પદાધીકારીઓ, મ્યુ.કાઉન્સિલરઓ,વોર્ડ પ્રમુખઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
