News of Sunday, 9th February 2025
વડોદરામાં દીકરા-વહૂની સામે ફરિયાદ કરવા વૃદ્ધ મહિલાની પોલીસ સ્ટેશન પહોંચ્યાઃ ફરીયાદી સંભાળી નહી અને વૃદ્ધ મહિલાના કલાકો સુધી બેસાડી રાખ્યાઃ વીડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો

વડોદર:વડોદરામાં દીકરા-વહૂની સામે ફરિયાદ કરવા વૃદ્ધ મહિલાની પોલીસ સ્ટેશન ફરીયાદ કરવા ગયા હતા. પણ પોલીસે તેની ફરીયાદ સંભાળી નહીં અને આંખોમાં આંસુ હોવા છતાં પોલીસે કલાકો સુધી તેમને બેસાડી રાખ્યા હતા જેનો વીડીયો વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા થવા લાગી હતી.
જોકે વૃદ્ધ મહિલાની ફરિયાદને પોલીસે ધરાર સાંભળી જ નહોતી, તેનાથી વિપરીત વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ હોવા છતાં પોલીસે કલાકો સુધી તેમને બેસાડી રાખ્યા હતા.
વડોદરા: વડોદરા શહેરમાં માનવતા મારી પરવારી હોય તેવી ઘટના તાજેતરમાં ઘટી હતી. શહેરના એક વૃદ્ધાને તેમના જ દીકરા અને પુત્રવધૂએ ઢોર માર માર્યાની ફરિયાદ લઈને માંજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા.
જોકે વૃદ્ધ મહિલાની ફરિયાદને પોલીસે ધરાર સાંભળી જ નહોતી, તેનાથી વિપરીત વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ હોવા છતાં પોલીસે કલાકો સુધી તેમને બેસાડી રાખ્યા હતા.
વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક વૃદ્ધાને પોલીસે કલાકો સુધી બેસાડી રાખ્યા છતાં પોલીસે વ્યથા સાંભળી નહીં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વાઈરલ વીડિયોમાં વૃદ્ધા કહી રહ્યા છે કે તેમને દીકરા વહુએ માર માર્યો હોય અને તેમની વિરુદ્ધ ફરિયાદ માટે તેઓ પોલીસ સ્ટેશન આવ્યા હતા. જો કે ત્યાં તેની ફરિયાદ સાંભળવાને બદલે તેને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા.
દીકરા વહુએ ઢોર માર માર્યો હોવાથી વૃદ્ધાને ઇજાઓ પહોંચી હતી. તેઓ દસ વાગ્યાના સવારે ચાલીને પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. અંતે પોલીસે ફરિયાદ ન સાંભળતા અંતે ઘરે પગપાળા જતાં રહ્યા હતા.
પોલીસે વૃદ્ધ મહિલાને કલાકો સુધી બહાર પગથિયા પર બેસાડી રાખ્યા અને તેમને સાંભળવાની પણ તસ્દી લીધી નહોતી. અહી કલાકો સુધી મદદની આશાએ બેઠેલા વૃદ્ધાને અંતે મદદ ન મળી અને તેઓ એમ જ પાછા ફર્યા. વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુઓ હોવા છતાં પોલીસે તેમની વાત સાંભળવાની પણ તસ્દી નહોતી લીધી.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
