<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

ભરૂચના જંબુસરમાં શાળાના આચાર્ય દ્વારા શિક્ષકને ઢોર માર માર્યો

ટ્રસ્ટીઓએ આચાર્યને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવાનું જાણવા મળે છે

ભરૂચઃ ભરૂચના જંબુસરમાં શાળાના આચાર્ય દ્વારા શિક્ષકને માર મારવાની ઘટના સામે આવી છે. ઘટના જંબુસરની નવયુગ વિદ્યાલયની છે જ્યાં આચાર્યએ શિક્ષકને ઢોર માર માર્યો હતો. . ઘટનાને લઇને ટ્રસ્ટીઓએ આચાર્યને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

આચાર્ય હિતેન્દ્ર ઠાકોરે શિક્ષક રાજેન્દ્રસિંહ પરમારને માર માર્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ શાળાના ટ્રસ્ટીઓએ આચાર્યને સસ્પેન્ડ કરી દીધા છે.આચાર્ય હિતેન્દ્ર ઠાકોર શિક્ષકને માર મારતો હોવાના CCTV ફૂટેજ વાયરલ થયાં છે.

માનવામાં આવે છે કે આ મારામારી રજા મંજુર કરાવવા મામલે થઇ હતી.. પહેલા સામાન્ય બોલાચાલી થઇ હતી, જે બાદમાં મારામારીમાં પરિણમી હતી.

વીડિયોમાં જોઇ શકાય છે કે આચાર્ય હિતેન્દ્ર ઠાકોર અને શિક્ષક રાજેન્દ્ર સિંહ પરમાર વચ્ચે પહેલા કોઇ વાતને લઇને બોલાચાલી થાય છે... દરમ્યાન આચાર્ય હિતેન્દ્ર ઠાકોર ઉભા થઇને શિક્ષક રાજેન્દ્ર સિંહ પરમાર પાસે જાય છે અને તેમને મારવા મંડી પડે છે. થોડીવાર બાદ મામલો શાંત થાય છે અને તેઓ ફરી પોતાની ખુરશી પર આવી બેસી જાય છે. પરંતુ થોડીવાર બાદ ફરી તેઓ કોઇ વાતને લઇને ગુસ્સે થઇ જાય છે અને ફરીથી ઉભા થઇને શિક્ષક રાજેન્દ્રસિંહ પરમારને માર મારે છે. આ વખતે તેઓ પગ ખેંચીને તેમને જમીન પર પાડી દે છે અને પછી માર મારે છે..

(1:21 PM IST)