News of Sunday, 9th February 2025
ચલાલા ભાજપ ના કાર્યક્તાઓ એ નવી દિલ્હી મા ભાજપ ના જલવંત વિજય ને વધાવ્યો
કાર્યક્તાઓ એ ફટાકડા ફોડી મીઠાઇ વહેચીં વીજય ને વધાવ્યો..

ચલાલા: ભારત ના પાટનગર નવી દિલ્હી મા સતાવીસ વર્ષ બાદ ભાજપ ને ભવ્ય વિજય મળતા ચલાલા ના કાર્યક્તાઓ એ ચલાલા નગર પાલીકા ના પુર્વ પ્રમુખ શ્રી ગીતાબેન કારીયા ના કાર્યાલયે એકઠા થઈ ભાજપ ના ભવ્ય વિજય ને ફટાકડા ની આતશબાજી અને અરસ પરસ મીઠાઇ વહેચી મો મીઠા કરી ભવ્ય ઉજવણી કરી આંનદ વ્યક્ત કર્યો હતો..આ તકે શહેર ભાજપ ના પૃર્વ મહમંત્રી પ્રકાશભાઇ કારીયા એ જણાવેલ હતુ કે ગુજરાત ના સપુત અને વિશ્રવ ના લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી ની વિકાસ યાત્રા મા નવી દિલ્હી ના મતદારો જોડાયા છે...અને આપ ના ભષ્ટાચાર ને જાકારો આપી ભાજપ ને ભવ્ય વિજય અપાવ્યો છે..તેની ખુશી આખા દેશ ના ભાજપ ના કાર્યક્તાઓ મનાવી રહ્યા છે..તે વિજય ઉત્સોવ આજે ચલાલા ના કાર્યક્તાઓ એ ફટાકડા ફોડી મીઠાઇ વહેચી ભારત માતા કી જય..વંદેમાતરમ ના નારા સાથે ઉજ્વયો હતો..આ તકે ચલાલા નગર પાલીકા ના પુર્વ પ્રમુખ ગીતાબેન કારીયા, શહેર ભાજપ ના ઉપ પ્રમુખ અશોકભાઈ કાથરોટીયા, નીતિનભાઈ વાળા,રેખાબેન ગોસાઇ, મુકેશભાઇરાઠોડ, પ્રદિપ ભાઇ પુરોહીત, વિજયભાઈ વાળા, સી.ડી.ભાઇ વાળા,ચુનીલભાઇ વંડરા, ભુપતભાઇ બારોટ, રાહુલ ભાઇ સહીત ના કાર્યક્તાઓ ઉપસ્થીત રહી વિજય ને વધાવ્યો હતો..તેમ પુર્વ મહામંત્રી પ્રકાશ ભાઈ કારીયા એ જણાવેલ છે..
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
