News of Sunday, 9th February 2025
પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને હવે મુસાફરી ભથ્થુ નહી મળેઃ રાજય સરકારનો નિર્ણય
મુસાફરી ભથ્થાની જગ્યાએ લોગબૂકનો ઉપયોગ કરવાનો રહેશેઃ ગુજરાતની વિવિધ જિલ્લા કલેકટર કચેરીઓમાં આ નિર્ણય અમલમાં રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં વિવિધ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને ચૂકવવામાં આવતા મુસાફરી ભથ્થું રાજ્ય સરકારે રદ કર્યો છે.
રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, પ્રાંત અધિકારી અને મામલતદારોને સરકારી કામકાજ અર્થે પેટ્રોલ/ડિઝલ સંચાલિત સરકારી વાહનનો ઉપયોગ કરવાનો થતો હોય ત્યારે તેમને ચૂકવવામાં આવતા મુસાફરી ભથ્થાની જગ્યાએ લોગબુકનો ઉપયોગ કરવાનો રહેશે અને તેના નિયમોનું પાલન કરવાનું રહેશે.
રાજ્યના મહેસૂલ વિભાગ હેઠળ જિલ્લા કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલદારોને વર્ષ 2022ના ઠરાવ અંતર્ગત સરકારી કામકાજ મુસાફરી ભથ્થું ચૂકવવામાં આવતુ હતું, જો કે, હવે સરકારે આ અધિકારીનું મુસાફરી ભથ્થું રદ કરવામાં આવ્યું છે.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
