તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Sunday, 9th February 2025
જંબુસરની નવયુગ વિદ્યાલયમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે મારામારી:ઘટનામાં વધુ એક વિડીયો વાયરલ
આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શિક્ષક વિરૂદ્ધ મનસ્વી રીતે રજા લેવાના અને ફરજમાં બેદરકારી દાખવવાનાં આરોપ

ભરૂચના જંબુસરની નવયુગ વિદ્યાલયમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે મારામારીની ચકચારી ઘટનામાં વધુ એક વિડીયો વાયરલ થયો છે આ વીડિયોમાં આચાર્ય દ્વારા શિક્ષક રાજેન્દ્ર પરમાર પર વિદ્યાર્થિનીઓને ઘરે બોલાવતા હોવાના આક્ષેપ થયા છે અને આ બાબતે શાળાને લેખિત ફરિયાદ મળી હોવાનો પણ ઉલ્લેખ છે.
આ ઉપરાંત આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શિક્ષક વિરૂદ્ધ મનસ્વી રીતે રજા લેવાના અને ફરજમાં બેદરકારી દાખવવાનાં આરોપ મૂકવામાં આવ્યા છે. સાથે જ મીટીંગમાં શિક્ષકે તેમણે ઉશ્કેર્યા હોવાથી તેમણે આ પગલુ ભર્યાનું નિવેદન આપવામાં આવ્યુ છે.. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા
પોલીસે પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આચાર્ય દ્વારા માર મારવાને લઈ શિક્ષક ન્યાય માગી રહયા છે. શિક્ષકના કહેવા પ્રમાણે આચાર્ય તેમણે 4 મહિનાથી પરેશાન કરી રહ્યા છે અને તેમણે રજા માગી હોવા છતાં રજા નામંજૂર કરી હોવાનો આચાર્ય પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
