<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

ભરૂચમાં ડમ્પિંગ સાઈટના અભાવે શહેરના માર્ગો બન્યા ઉકરડા : ડોર ટુ ડોર કચરા કલેક્શન સેવા પણ બંધ !

શહેરની દરેક ગલીના આ દ્રશ્યો ખૂબ જ ચિંતાજનક:જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા : ગંદકીને કારણે રોગચાળો વધવાનો લોકોમાં ભય

ભરૂચમાં ડમ્પિંગ સાઈટના અભાવે શહેરના માર્ગો ઉકરડા જેવા બન્યા છે , ડોર ટુ ડોર કચરા કલેક્શન સેવા પણ બંધ છે  ! શહેરની દરેક ગલીના આ દ્રશ્યો ખૂબ જ ચિંતાજનક છે. કારણ કે જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યાં છે. છેલ્લા 5 દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શન સેવા પણ બંધ કરી દેવાતા નાગરિકોએ ગમે ત્યાં કચરાનો નિકાલ શરૂ કરી દીધો છે.

   કચરાના નિકાલ માટે સાઈટ ન હોવાને કારણે આ સમસ્યા ઉભી થઈ છે. જોકે પાલિકાએ સાઉટ ઉભી કરવાના પ્રયાસો કર્યા પણ રેસિડેન્સિયલ વિસ્તારના લોકોએ વિરોધ કરતા કામગીરી બંધ કરાઈ હતી. નાગરિકો તેમજ વિપક્ષ પણ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યું છે. 

એક તરફ ગંદકીને કારણે રોગચાળો વધવાનો ભય લોકોમાં સેવાઈ રહ્યો છે.. બીજી તરફ વૈકલ્પિક અને હંગામી વ્યવસ્થા દ્વારા કચરાના નિકાલને લઈ પાલિકા વાયદાઓ કરી રહી છે. પરંતુ કાયમી ડમ્પિંગ સાઈટના અભાવે પ્રશ્ન ઉભો થયો છે કે પ્રજાને કચરાના નિકાલની કાયમી શાંતિ ક્યારે મળશે? 

 


 

(5:10 PM IST)