<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ભારત વિકાસ પરિષદની સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી

કાર્યક્રમમાં મુખ્યપ્રધાન આપેલા વક્તવ્ય 2025નાં વર્ષને દેશના ગૌરવ ને ઉજાગર કરવાનું વર્ષ ગણાવ્યું. સાથે જ ભારત વિકાસ પરિષદના કામની પ્રશંસા કરી.

અમદાવાદ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ  પટેલની હાજરીમાં ભારત વિકાસ પરિષદની સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરાયું છે . 1974થી શરૂ થયેલા ભારત વિકાસ પરિષદના 50 વર્ષ પૂર્ણ થતાં સાયન્સ સિટી ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ  પટેલ સહિત અમદાવાદના મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા 

  આ સુવર્ણ જયંતિ મહોત્સવમાં રાજ્યભરમાંથી ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા  કાર્યક્રમમાં મુખ્યપ્રધાન આપેલા વક્તવ્ય 2025નાં વર્ષને દેશના ગૌરવ ને ઉજાગર કરવાનું વર્ષ ગણાવ્યું હતું  સાથે જ ભારત વિકાસ પરિષદના કામની પ્રશંસા કરી હતી .

 

(5:26 PM IST)