News of Sunday, 9th February 2025
વિજાપુરમાં પરિણીતાએ પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને એસિડ પીધું : મહિલાનું સારવાર દરમિયાન મોત
પાંચ વર્ષના માસૂમ બલ્કે માતા ગુમાવી :ઘટનાની જાણ થતાં જ વિજાપુર પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી

મહેસાણા જિલ્લામાં વિજાપુરના પરમારવાસમાં ભાવના પરમાર નામ ની પરિણીતાએ એસિડ ગટગટાવ્યું હતું. પરિણીતાના પતિ સુનિલભાઈ જેઠાભાઇ પરમાર અને સાસરિયાના ત્રાસથી કંટાળીને આખરે તેણીએ એસિડ પીધું હતુ. બાદમાં પરિણીતાને તાત્કાલિક હિંમતનગર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. કિન્તુ એસિડ પીનાર પરિણીતાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
ભાવનાબેનનું મૃત્યુ થતાં પાંચ વર્ષના માસૂમ વરદાનનું હવે કોણ તે પ્રશ્ન મુંઝવી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ વિજાપુર પોલીસે આગળ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
