News of Sunday, 9th February 2025
અફવાથી સાવધાન રહેજો :વડનગર નગરપાલિકામાં વધુ એક અપક્ષ ઉમેદવારે નોટિસ બોર્ડ ઉપર જાહેર સૂચના લખવી પડી
કોઈ પક્ષને ટેકો જાહેર કરેલ નથી, ત્યારે લોકોને અફવાઓથી પણ સાવધાન રહેવાની જાહેર નોટિસ લગાવી

મહેસાણાના વડનગર નગરપાલિકામાં વધુ એક અપક્ષ ઉમેદવારે નોટિસ બોર્ડ ઉપર જાહેર સૂચના લખી છે. તે જાહેર સૂચના વડનગર નગરપાલિકાના અપક્ષ ઉમેદવાર ઉષાબેન ચંદુલાલ પટેલ દ્વારા લખાઈ છે.
તેમણે સૂચના લખી જણાવ્યું છે કે મારે કોઈપણ સંજોગોમાં ચૂંટણી લડવાની છે. તેમણે કોઈ પક્ષને ટેકો જાહેર કરેલ નથી, ત્યારે લોકોને અફવાઓથી પણ સાવધાન રહેવાની જાહેર નોટિસ લગાવી છે, તેથી નોટિસ બોર્ડનું લખાણ ચર્ચાનો વિષય બન્યો છે. આ અગાઉ અન્ય એક અપક્ષ ઉમેદવારે નોટિસ બોર્ડમાં સૂચના લખી હતી.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
