<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

ચિપ ઉત્પાદકોને આકર્ષવા ગુજરાતની સૌપ્રથમ વિદેશી ઓફિસ તાઈવાનમાં સ્થપાશે

ચીપ પેકેજીંગ કલસ્ટર માઇક્રોન ટેકનોલોજી ઈન્ક, સીજી સેમી અને કેન્સ સેમિકોન દ્વારા સાણંદ જીઆઇડીસીમાં વિકસાવાશે

અમદાવાદ: છેલ્લા બે વર્ષમાં તાઈવાન અને અન્ય પ્રદેશોમાંથી મહત્વના વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગના ખેલાડીઓને સફળતાપૂર્વક આકર્ષિત કર્યા બાદ ગુજરાત સરકાર હવે સેમિકન્ડક્ટર અને અન્ય ટેક ક્ષેત્રોમાં વધારાનું રોકાણ આકર્ષવા માટે તાઇવાનની રાજધાની ટાઈપેઇ શહેરમાં (તાઇવાન કંડકટર ઉદ્યોગમાં વૈશ્વિક અગ્રણી હોઈ) ગુજરાત ડેસ્કની સ્થાપના કરીને, સૌ પ્રથમ વિદેશી ઓફિસ સ્થાપવાની યોજના બનાવી રહ્યું છે. સુત્રોએ જણાવ્યું હતું કે, અમે એક હેલ્પ ડેસ્ક શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ, જે તાઇવાનની કંપનીઓને તેમની ભાષામાં સમજાવી શકશે અને ગુજરાતમાં વિવિધ સ્તરોએ પૂરી પડાતી સવલતો અંગે માહિતગાર કરશે. નોંધનીય છે કે સેમિકોન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ ભારત સરકાર દ્વારા પાંચ

સેમીકંડક્ટર સવલતોને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી ચાર પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થપાઈ રહ્યા છે. ચીપ પેકેજીંગ કલસ્ટર માઇક્રોન ટેકનોલોજી ઈન્ક, સીજી સેમી અને કેન્સ સેમિકોન દ્વારા સાણંદ જીઆઇડીસીમાં વિકસાવવામાં આવી રહ્યા છે. વધુમાં ભારતનું સૌ પ્રથમ વેપારી સેમીકંડકટર ફેબની ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ધોલેર સરમાં કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના સહયોગથી માર્ચમાં ઇન્ડિયન સેમિકન્ડક્ટર્સ એન્ડ પેકેજીંગ કોસિસ્ટમ કોન્ફરન્સનું પણ આયોજન કરનાર છે.

અમેરિકન ચીફ નિર્માતા માઇક્રોન ટેકનોલોજીએ ગુજરાતમાં ૨.૭૫ અબજના રોકાણ સાથે નવા સેમીકંડકટર ચીપ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી જેનું ઉત્પાદન પણ સમયસર શરૂ થઈ ગયું છે કરાર અનુસાર પ્લાન્ટની કુલ કિંમતનો અડધો ભાગ કેન્દ્ર સરકાર ભોગવશે, જ્યારે રાજ્ય સરકાર વિવિધ રાહત પગલાં દ્વારા ખર્ચના ૨૦ ટકા ભોગવશે. માઇક્રોને આ પ્લાન્ટ માટે ભારતીય કંપની ટાટા પ્રોજેક્ટસની મદદ લીધી છે, કંપનીએ આ પ્લાન્ટ માટે રોજગારી આપવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

 

(8:58 PM IST)