<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

અમદાવાદમાં છાણમાંથી બાયોકોલ બનાવવા બે પ્લાન્ટ અપાશે

પ્લાન્ટમાંથી બનતા બાયોકોલ ઔદ્યોગિક એકમોને વેચી દેવાશે.:કોર્પોરેશન રૂ.૧૨ કરોડની ચુકવણી કરશે અને એજન્સી વર્ષે રૂ.૩૦ લાખની રોયલ્ટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપશે

 

અમદાવાદ: શહેરમાંથી મોટા પ્રમાણમાં ગાર્ડન વેસ્ટ અને કોર્પોરેશનના ઢોરવાડામાંથી એકત્રિત થતા છાણમાથી બાયોકોલ બનાવવા માટે બે પ્લાન્ટ સ્થાપવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય લીધો છે. આ પ્લાન્ટ પબ્લિક પ્રાયવેટ ભાગીદારી (પીપીપી) ધોરણે રહેશે જેમાં કોર્પોરેશન રૂ.૧૨ કરોડની ચુકવણી કરશે અને એજન્સી વર્ષે રૂ.૩૦ લાખની રોયલ્ટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપશે. શહેરના બાગ-બગીચાઓ,  સોસાયટીઓ અને ફ્લેટોમાં થતા ટ્રીમિગનો રોજનો ૨૫૦ થી ૨૭૫ ટન જેટલો ગ્રીન વેસ્ટ નીકળે છે. ગ્રીન વેસ્ટને અત્યારે એક પ્લોટમાં એકત્રિત કરીને રાખવામાં આવે છે

   . રિડ્યુસ, રિસાયકલ અને રીયૂઝની પોલિસી અંતર્ગત ગ્રીન વેસ્ટ અને કોર્પોરેશનના ઢોરવાડામાં રાખવામાં આવેલા પશુઓના છાણને પણ પ્રોસેસ કરી વિવિધ ચીજ- વસ્તુઓ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત પશુઓના છાણનો રોજનો ૬૦ ટન જેટલો વેસ્ટ એકત્રિત થાય છે. બંને વેસ્ટના નિકાલ  માટે પીપીપી ધોરણે પૂર્વમાં એક અને પશ્ચિમમાં એક એમ બંને જગ્યાએ પ્લાન્ટ્સ સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટમાંથી બનતા બાયોકોલ ઔદ્યોગિક એકમોને વેચી દેવાશે. આ પ્રોજેક્ટ સ્થાપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમીન અને અન્ય મદદ કરવામાં આવશે તેના બદલામાં આ બે એજન્સીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને દર વર્ષે રૂ.૩૦-૩૦ લાખ મળી કુલ રૂ.૬૦ લાખ રોયલ્ટી ચૂકવશે. રોજનો ૧૦૦ મેટ્રિક ટન જેટલો ગ્રીન વેસ્ટ અને છાણનો વેસ્ટ પ્રોસેસ કરવામાં આવશે. નોંધનીય છે કે, પીરાણ ડમ્પીંગ સાઈટનું ભારણ ઓછું કરવાનો અને ત્યાં બગીચો બનાવવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા ૨૦૨૩ માં લેવામાં આવ્યો હતો. આવનાર બે વર્ષમાં અહીં નાગરિકોને કચરાની જગ્યાએ ગાર્ડન જોવા મળશે.

(9:03 PM IST)