News of Sunday, 9th February 2025
પાટણના વડાવલી ગામે તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના કરૂણ મોત
એક બાળકીનો પગ લપસતા તે તળાવમાં ડૂબતી હતી જેને બચાવવા જતા તેમની માતા પણ ડૂબી:બાદમાં એક પછી એક ત્રણ બાળકો એકબીજાને બચાવવામાં ડૂબી ગયા

ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યા છે.. એક બાળકીનો પગ લપસતા તે તળાવમાં ડૂબી રહી હતી.. જેને બચાવવા જતા તેમની માતા પણ ડૂબી ગયા હતા. અને બાદમાં એક પછી એક ત્રણ બાળકો એકબીજાને બચાવવામાં ડૂબી ગયા હતા.
મૃતકોના નામ આ મુજબ છે
૧.સોહેલ રહિમભાઈ કુરેશી -૧૪ વર્ષ
૨.સિમરન સલીમભાઈ સિપાહી-૧૨
૩.મલેક ફિરોજા કાળુભાઈ-૩૨વર્ષ
૪.અબ્દુલ કાદિર કાળુભાઈ મલેક -૧૦વર્ષ
૫.મહેરા કાળુભાઈ મલેક-૮વર્ષ
આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
