<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

મેમનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના કાર ચાલકે 6થી 7 વાહનોને અડફેટે લીધા

આરોપી નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આરોપ: કારમાં દારૂની બોટલ હોવાનો પ્રત્યક્ષદર્શીઓનો દાવો

અમદાવાદઃ શહેરના મેમનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. કાર ચાલકે 6થી 7 વાહનોને અડફેટે લીધા. આરોપી નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. હિટ એન્ડ રનમાં 5થી 7 લોકોને પણ અડફેટે લઈ ઈજાગ્રસ્ત કર્યા. એક વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયાનો દાવો છે. વધુ બે લોકોની હાલત પણ ગંભીર હોવાનો દાવો છે. આરોપીની કારમાં દારૂની બોટલ હોવાનો પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે

 

(11:23 AM IST)