<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

નડિયાદમાં દેશી દારૂ પીવાથી ત્રણ લોકોના મોત

સારવાર મળે તે પહેલા જ ત્રણેયનાં મોત નીપજ્‍યાઃ તંત્ર દોડતું થયું

અમદાવાદ, તા.૧૦: ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમા દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયાનો અહેવાલ પ્રકાશમાં આવ્‍યો છે. જેના પગલે તંત્ર દોડતું થયું છે. તેમજ એક સાથે ત્રણ લોકોના મોતના પગલે લઠ્ઠાકાંડની આશંકા પણ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. જેમાં મળતી માહિતી મુજબ નડિયાદ શહેરમાં આવેલા જવાહરનગર વિસ્‍તારમાં ફાટક પાસે ત્રણ વ્‍યક્‍તિનાં શંકાસ્‍પદ મોત થયા હતા. માત્ર અડધા કલાકમાં જ ત્રણ લોકોની તબિયત લથડતા પરિવાર નડિયાદ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ ત્રણેયનાં મોત નીપજ્‍યા હતા.

આ બનાવની જાણ નડિયાદ ટાઉન પોલીસને થતાં પોલીસનો કાફલો દોડી આવી તપાસ હાથ ધરી છે અને મળતદેહોને પીએમ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરી છે.જ્‍યારે આ ઘટના બાદ મળતકના પરિવારજનોએ દારુ પીવાથી મોત નીપજ્‍યું હોવાનાં આક્ષેપ કર્યા છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

૩ લોકોના મોતની તપાસ માટે ગાંધીનગર સ્‍ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ, સ્‍થાનિક LCB, SOG, DYSP, અને IBની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી છે. નડિયાદ જવાહરનગર સોસાયટીમાં જય મહારાજ સોસાયટી પાસે, મંજીપુરા રોડ ફાટક પાસે પોલીસની ગાડીઓ પહોંચી ગઈ હતી. એક બહેરો મૂંગો વ્‍યક્‍તિ પણ આમાં ભોગ બનવાની આશંકા છે અને એક પાણી પૂરી વેચનારનું પણ મોત થયું છે.

(3:56 PM IST)