<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

૬૧ આઈટમ સાથે ક્રાઇમ સીન મેનેજરો મેદાને જંગમાં ઉતર્યા છે : નરસિહમાં કોમાર

અપરાધીઓનાં ટેકનિકલ ભેજાં સામે લડવા ગુજરાત પોલીસની વાયરલ રણનીતિ અંગે લોકો જે જાણવા માગે છે, તે જવાબો સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા સીપી પાસેથી અકિલાએ મેળવ્‍યા દિશા નક્કી કરવાના કંપાસ સહિત અદ્યતન ટેકનોલોજી સહિતના સાધનો વાળી કીટ, એવીડન્‍સ બેગમાં હશે, વડોદરામાં તો ૮ મેનેજરની નિમણુક પણ કરવામાં આવી છે

 

 રાજકોટ તા.  ટેકનોલોજીના આવિષ્‍કારનાં પગલે અપરાધીઓ પણ હાઈ ટેક સાધનોનો ઉપયોગ કરી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે, તેની સામે રાજ્‍ય સરકાર દ્વારા પણ પોલિસ ટેકનોસેવી બને તે દિશામાં ભરચક પ્રયાસ કરી રહી છે, તેવા  સમયે તજજ્ઞ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસ અને પુરાવા ફૂલપ્રૂફ બનાવી અપરાધીઓને કાયદાનો ડર બેસે તે માટે ક્રાઇમ સીન મેનેજરની નિમણુક  કરવા તરફ આગળ વધી છે, ત્‍યારે આ ક્રાઇમ સીન મેનેજર એટલે શું? તે કેવી રીતે ઉપયોગી છે, તેવા લોકોના મનમાં રહેલા પ્રશ્‍નો અંગે સચોટ માહિતી મેળવવા સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા અને ગુજરાત પોલીસમાં ટેકનોલોજી આવિષ્‍કાર મા જેમનું ખૂબ મોટું પ્રદાન છે તેવા વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમારનો અકિલા દ્વારા કોન્‍ટેક્‍ટ કરી તેની વિગતો મેળવી અકિલાનાં વાંચકો માટે રજૂ કરી છે.

  તપાસની ગુણવતા સુધરે ઘટના સમયે માર્ગદર્શન મળે અને અપરાધીઓને છટકબારીનો લાભ મળતો અટકે તે માટે ક્રાઇમ સીન મેનેજરની નિમણુક કરવામાં આવેલ છે. આ માટે પુરાવા માટે ખાસ બેગ અને તપાસમાં ખૂબ ઉપયોગી એવી કીટ આપવામાં આવે છે તેમ સીબીઆઇના કાર્યકાળ દરમિયાન ઘણા મોટા કેસમાં સફળ પરિણામ લાવનાર આ આઇપીએસ દ્વારા અકિલાને જણાવાયું હતું

 ટેમ્‍પર્ડ એવિડન્‍સ બેગ ના ઉપયોગ તેમજ એવિડન્‍સ પેકેજીંગ કેવી રીતે કરી શકાય તેના ઉપયોગ જેમાં લિક્‍વિડ સોલિડ તથા અન્‍ય ઉપયોગ કરીને એવિડન્‍સ ને તેમ્‍પર્ડ કર્યા સિવાય નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવાના હોવાથી તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ ઉપસ્‍થિત મેનેજરોને આપવામાં આવી તેની સાથે જ સાયન્‍ટિફિક - ઈન્‍વેસ્‍ટિગેશન કીટનો ઉપયોગ માટે પણ તાલીમ ક્રાઈમ સીન મેનેજરને આપવામાં આવશે ૬૧ જેટલી આઈટમ નો ઉપયોગ ક્રાઈમસીન મેનેજરો તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા લઈ આવવામાં આવી છે. જેનો ખર્ચ રાજ્‍ય સરકાર દ્વારા કરવામાં આવ્‍યો છે. મર્ડર રેપ વગેરે જેવી ઘટનામાં ઉપયોગી સાબિત થાય તેવી લાઈટ, હેન્‍ડ બ્‍લોઝ ફર્નિચર દિશા માટે કંપાસ વગેરે જેવી ચીજ વસ્‍તુઓ જે ફોરેન્‍સિક માં વાપરવામાં આવે છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા ક્રાઈમસીન મેનેજર માટે ખરીદવામાં આવી છે. પંચનામાં વખતે આ તમામ સાધનો ખૂબ જ ઉપયોગી કારગર સાબિત થશે. હાલમાં અમલમાં આવેલા નવા કાયદા પછી ઇન્‍વેસ્‍ટિગેશનની ગુણવત્તામાં સુધારો લાવવા માટેસાક્ષીઓના નિવેદનોની વીડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી સાક્ષ્ય એપ્‍લિકેશનના માધ્‍યમથી સીધા કોર્ટમાં મોકલી શકાશે. જેથી, કેસની સુનવાણી દરમિયાન પ્રોસિકયૂકેશેન તરફે વધુ કેસ મજબૂત થઈ શકશે. તપાસ કરનાર અધિકારીને ફોરેન્‍સિક મદદ તાત્‍કાલિક મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક એસ.ડી.પી. ઓ. અને ડિવિઝન કક્ષાએ ક્રાઈમં સીન મેનેજરની નિમણૂંક કરવામાં આવી છે. વડોદરા શહેરના ૮ ડિવિઝન ૮ ક્રાઈમ સીન મેનેજરની નિમણૂંક કરવામાં આવી છે. તપાસ. અધિકારીને જરૂર પડે ત્‍યારે ક્રાઈમન મેનેજરની મદદ સમયસર મળી રહેશે. તેમ અકિલા સાથેની વાતચીત અંતે નરસિંહમાં કોમારે જણાવ્‍યું હતું.

(12:33 PM IST)