<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ

અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક અજાણ્યા વ્યક્તિ દ્વારા લખાયેલો પત્ર મળ્યો

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેના પગલે સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ હતી. ઇન્ડિગોની ફ્લાઇટમાંથી મળી આવેલી ચિઠ્ઠીમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યો પત્ર મળ્યા બાદ અમદાવાદ પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. ફ્લાઇટમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું. પત્ર લખનારની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ઇન્ડિગોની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ત્યારે મુસાફરો ફ્લાઇટમાં ઉતરી ગયા બાદ ફ્લાઇટને ક્લિન કરવાની કામગીરી કરાઈ રહી હતી. જે દરમિયાન ફ્લાઇટમાંથી હાથેથી લખાયેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેના પગલે એરપોર્ટ ઓથોરિટીમાં દોડધામ મચી ગઇ હતી. બનાવ અંગે ઓથોરિટી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પત્રની ગંભીરતાને જોઇને અમદાવાદ પોલીસ સહિતની સુરક્ષા એન્જસી એરપોર્ટ પહોંચી હતી. એરપોર્ટ અને ફ્લાઇટમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. તેમજ આ ધમકીભર્યો પત્ર કોણે લખ્યો તેની ભાળ મેળવવા માટે ફ્લાઇટના મુસાફરોને લખાણના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. બનાવ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે એએનઆઇને જણાવ્યું હતું કે, અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક અજાણ્યા વ્યક્તિ દ્વારા લખાયેલો પત્ર મળ્યો જેમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી

(1:25 PM IST)