<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

રાજ્‍યમાં ૪ નવી મેડિકલ કોલેજને મંજૂરીથી બેઠકો વધશે

રાજ્‍યમાં ચાલુ વર્ષે જૂનાગઢની મેડિકલ કોલેજમાં ૧૦૦, આટકોટની મેડિકલ કોલેજમાં ૧૫૦, રાજસ્‍થાન મેડિકલ કોલેજમાં ૫૦ અને સુરતની કિરણ હોસ્‍પિટલની મેડિકલ કોલેજમાં ૫૦ બેઠકોને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં મેડિકલની અંદાજે ૪૦થી વધારે કોલેજોમાં ૭૨૫૦ બેઠકો ઉપલબ્‍ધ છે. આગામી દિવસોમાં ૩૫૦ બેઠકોનો વધારો થાય તો બેઠકોની સંખ્‍યા ૭૫૦૦થી વધે તેમ છે. સૂત્રો કહે છે કે, આ ચાર નવી મેડિકલ કોલેજને પ્રાથમિક મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ કોલેજોની બેઠકોને પ્રવેશ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓને ફાયદો થશે. હાલમાં નીટ આધારિત કોર્સમાં અંઘજે ૧૮ હજારથી વધારે બેઠકો ઉપલબ્‍ધ છે.

(4:25 PM IST)