<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

ગુજરાતમાં કઠોળની નિકાસ બમણી થઇ

ગુજરાત દેશભરમાં તુવેર અને ચણાની ઉત્‍પાદકતામાં ટોચના સ્‍થાનેઃ મગ અને અડદની ઉત્‍પાદકતામાં પાંચમા ક્રમે

ગાંધીનગર તા. ૧૦ : ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતળત્‍વ હેઠળ કળષિ મહોત્‍સવ જેવી પહેલો તેમજ સુજલામ સુફલામ અને સૌની યોજના જેવી સિંચાઈ યોજનાઓને કારણે ગુજરાતના કળષિ ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થયો છે,કળષિપેદાશોની નિકાસમાં પણ ગુજરાત ઘણું મજબૂત થયું છે. 

એપ્રિલ ૨૦૨૪થી જાન્‍યુઆરી ૨૦૨૫ સુધીના નિકાસના આંકડાઓ પર નજર નાંખીએ, તો ગુજરાતે કઠોળ, ગુવાર ગમ અને ડેરી ઉત્‍પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો નોંધાવ્‍યો છે. એગ્રીકલ્‍ચરલ એન્‍ડ પ્રોસેસ્‍ડ ફૂડ પ્રોડક્‍ટ્‍સ એક્‍સપોર્ટ ડેવલપમેન્‍ટ ઓથોરિટી (APEDA) ના અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન ૨,૪૭,૭૮૯ ટન કઠોળની નિકાસ થઈ છે, જે ગત વર્ષ કરતા બમણી છે. નિકાસકારોને પણ ડોલરમાં આવકનો ફાયદો થયો છે, જેના કારણે પણ નિકાસમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, કઠોળની ખેતી અને ઉત્‍પાદકતાને પ્રોત્‍સાહન આપવાના ઉદ્દેશથી વિશ્વભરમાં ૧૦ ફેબ્રુઆરીનો દિવસ ‘વિશ્વ કઠોળ દિવસ' તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વમાં કઠોળના સૌથી મોટા ઉત્‍પાદક અને વપરાશકાર દેશ તરીકે ભારતે વડાપપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતળત્‍વમાં આ વર્ષના બજેટ સત્રમાં તુવેર, અડદ અને મસૂર જેવા કઠોળના ઉત્‍પાદનમાં આત્‍મનિર્ભરતાને પ્રાથમિકતા આપી છે, તેમજ કઠોળના ઉત્‍પાદનને મજબૂત બનાવવા પર ભાર મૂકયો છે. મુખ્‍યમમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતળત્‍વ હેઠળ ગુજરાત આજે કઠોળના ઉત્‍પાદનમાં એક મુખ્‍ય યોગદાનકર્તા રાજ્‍ય તરીકે ઉભર્યું છે, અને આ મહત્‍વપૂર્ણ ક્ષેત્રે દેશની આત્‍મનિર્ભરતા વધારવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.  તુવેર અને ચણાના અનુક્રમે ૧૧૬૩ કિગ્રા પ્રતિ હેક્‍ટર અને ૧૬૯૯ કિગ્રા પ્રતિ હેક્‍ટરના ઉત્‍પાદન સાથે ગુજરાત આ બંને કઠોળના ઉત્‍પાદનમાં દેશમાં પ્રથમ સ્‍થાન ધરાવે છે. આ ઉપરાંત, મગ અને અડદની ઉત્‍પાદકતામાં ગુજરાત દેશમાં પાંચમું સ્‍થાન ધરાવે છે, કઠોળ હેઠળનો કુલ વિસ્‍તાર ૨૦૧૮-૧૯ માં ૬.૬૨ લાખ હેક્‍ટરથી વધીને ૨૦૨૨-૨૩ માં ૧૩.૧૦ લાખ હેક્‍ટર થયો છે. તેવી જ રીતે, કઠોળના ઉત્‍પાદનમાં પણ લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે, એટલે કે ઉત્‍પાદન ૨૦૧૮-૧૯ માં ૬.૭૯ લાખ મેટ્રિક ટનથી વધીને ૨૦૨૨-૨૩ માં ૧૮.૧૧ લાખ મેટ્રિક ટન થયું છે, જેમાં ચણા, મગ, મઠ અને અડદના ઉત્‍પાદનમાં નોંધપાત્ર વળદ્ધિ જોવા મળી છે. વર્ષ ૨૦૨૦-૨૧થી કઠોળના મુખ્‍ય પાકોના લઘુતમ ટેકાના ભાવો ( MSP)માં સતત વધારો થઈ રહ્યો છે, જેમકે, તુવેર (૨૬% ), મગ (૨૧% ), અડદ (૨૩% ), ચણા (૧૧% ) અને મસૂર (૩૧% ), જેના કારણે ખેડૂતોની કમાણીમાં નોંધપાત્ર વધારો થયો છે.

રાષ્‍ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન (NFSM) ચણા, મગ, તુવેર અને અડદ જેવા કઠોળ પાક માટે આવશ્‍યક સહાય પૂરી પાડે છે. આ પહેલ દ્વારા ખેડૂતોને પ્રમાણિત બીજનું વિતરણ કરવામાં આવે છે, સહાયિત દરે ડેમોન્‍સ્‍ટ્રેશન આપવામાં આવે છે અને વિશેષ તાલીમ પણ આપવામાં આવે છે, જે પાકની ઉત્‍પાદકતા વધારવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. જ્‍યારે બજારભાવો લઘુતમ ટેકાના ભાવો (MSP) થી નીચે જાય ત્‍યારે, કેન્‍દ્ર સરકાર દ્વારા નિયુક્‍ત નોડલ એજન્‍સી ટેકાના ભાવની યોજના (PSS) દ્વારા ખેડૂતો પાસેથી આવા ગુણવત્તાયુક્‍ત પાકોની ટેકાના ભાવે સીધી ખરીદી કરે છે, જેનાથી તેમની આવકનું રક્ષણ થાય છે અને બજારના ભાવોની વધઘટ વચ્‍ચે ખેડૂતોને નાણાકીય સ્‍થિરતા મળે છે.  ગુજરાતની સિંચાઈ યોજનાઓ અને પહેલોએ કઠોળના ઉત્‍પાદનમાં થયેલા વધારામાં મુખ્‍ય ભૂમિકા નિભાવી છે વર્ષ ૨૦૦૫-૦૬ થી ૨૦૨૪- ૨૫ સુધી ટપક સિંચાઇ પધ્‍ધતિ તેમજ સ્‍પ્રિન્‍કલર પદ્ધતિ જેવી અદ્યતન સૂક્ષ્મ સિંચાઇ તકનીકોના ઉપયોગ દ્વારા ૨૪,૧૩,૯૪૫ હેકટર જમીનને સિંચાઇ હેઠળ લાવવામાં આવી છે.

(5:03 PM IST)