News of Monday, 10th February 2025
દસ્ક્રોઈ તાલુકાના ૯ ગામમાં નૂતન આરોગ્ય મંદિર બનાવવા માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું
૯ આરોગ્ય મંદિરમાં ભાવડા, ચાંદિયેલ, ઉન્દ્રેલ, રણોદરા, બાકરોલ, કુબડથલ, પસુંજ, હરણીયાવ અને ઓડ ગામોમાં નવા આરોગ્ય મંદિર બનાવશે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના ૯ ગામમાં આરોગ્ય કેન્દ્રના આધુનિકરણ અને ગામની આરોગ્ય સુખાકારી વધારવા માટે ૯ આયુષ્યમાન આરોગ્ય મંદિર નવીનીકરણ બનાવવા માટે ગુજરાત રાજ્ય અને અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા જૂના સેન્ટરને જમીન દોષ કરીને આધુનિક ટેકનોલોજી સજજ અને આરોગ્ય સેવાઓ માટે નવા આરોગ્ય મંદિર બનાવવા સરકાર દ્વારા ભુમી પૂજનનું આયોજન દસક્રોઈ તાલુકાના ભાવડા ગામ ખાતે કર્યુ તથા અન્ય ૮ સ્થાનો પર ડિજિટલ ટેકનોલોજી દ્વારા ભુમી પૂજન કરવામાં આવ્યુ હતું.
૯ આરોગ્ય મંદિર માં ભાવડા, ચાંદિયેલ , ઉન્દ્રેલ , રણોદરા, બાકરોલ , કુબડથલ, પસુંજ , હરણીયાવ, અને ઓડ ગામોમાં નવા આરોગ્ય મંદિર બનાવશે. જેમાં દસક્રોઈ તાલુકાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, અમદાવાદ જિલ્લા ઉપ પ્રમુખ કાંતિજી ઠાકોર , આરોગ્ય સમિતિ ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી સમિતિ ચેરમેન, અમદાવાદ જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિ ચેરમેન, અમદાવાદ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા અધિક આરોગ્ય અધિકારી, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી,દસક્રોઈ તાલુકા આરોગ્ય અધિકારી, જિલ્લાના તથા તાલુકાના આરોગ્ય અધિકારી તથા ભાવડા ગ્રામજનો તથા આસપાસના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય દ્વારા ગામનું આરોગ્ય સ્તર વધુ સારું બને અને ગ્રામજનોની આરોગ્ય સુખાકારી વધારે સારું બને તેના સરકારના પ્રયાસને બિરદાવ્યા અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા. ગ્રામજનોએ આ ભેટને ખુબજ હર્ષથી આવકારી હતી અને સરકારના આ પ્રયાસની સરહાના કરવામાં આવી હતી.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
