News of Monday, 10th February 2025
રાજયમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં 1391 રૂપિયા સુધી બોલાયો:જાણો 30 યાર્ડના ભાવ : જૂઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 30 માર્કેટ યાર્ડમાં કુલ 1,570.17 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 30 માર્કેટ યાર્ડમાં કુલ 1,570.17 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1391 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1117 રૂ. અને નીચો ભાવ 940 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1370 રૂ., તલોદમાં 1300 રૂ., મોડાસામાં 1271 રૂ., ભાવનગરમાં 1222 રૂ., મહુવામાં 1200 રૂ., હળવદમાં 1182 રૂ., ગોંડલમાં 1146 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,570.17 ટન મગફળીની આવક થઇ છે.


(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
