<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ સાવરકુંડલામાં 4851 રૂપિયા બોલાયો: જાણો 22 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 22 માર્કેટિંગ યાર્ડમાં કુલ 504.02 ટન જીરાની આવક થઇ : જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 22 માર્કેટિંગ યાર્ડમાં કુલ 504.02 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 4851 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં ઉંચો ભાવ 4351 રૂ. અને નીચો ભાવ 3150 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત હળવદમાં 3755 રૂ., જસદણમાં 3750 રૂ., ગોંડલમાં 3741 રૂ., રાધનપુરમાં 3740 રૂ., રાજકોટમાં 3730 રૂ., જામનગરમાં 3725 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 504.02 ટન આવક થઇ છે.

(7:58 PM IST)