<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

રાજયમાં કપાસનો ઉંચો ભાવ માણાવદરમાં 1560 રૂપિયા સુધી બોલાયો : જાણો 47 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 47 માર્કેટ યાર્ડમાં કુલ 5,093.95 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : ગુજરાતની 47 માર્કેટ યાર્ડમાં કુલ 5,093.95 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1560 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1505 રૂ. અને નીચો ભાવ 1310 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વડાલીમાં 1517 રૂ., હળવદમાં 1511 રૂ., સિદ્ધપુરમાં 1507 રૂ., બાબરમાં 1505 રૂ., બોટાદમાં 1503 રૂ., બગસરામાં 1500 રૂ., ગોંડલમાં 1461 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,093.95 ટન કપાસની આવક થઇ છે.

(8:00 PM IST)