News of Monday, 10th February 2025
રાજયમાં ડુંગળીનો ઊંચો ભાવ અમદાવાદમાં 640 રૂપિયા સુધી બોલાયો :જાણો અન્ય 22 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 22 માર્કેટ યાર્ડમાં કુલ 15,662.50 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 22 માર્કેટ યાર્ડમાં કુલ 15,662.50 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ અમદાવાદ માર્કેટ યાર્ડમા 640 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 440 રૂ. અને નીચો ભાવ 135 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય અંકલેશ્વરમાં 620 રૂ., ખંભાતમાં 600 રૂ., ગોંડલમાં 571 રૂ., ભાવનગરમાં 555 રૂ., તળાજામાં 548 રૂ., મહુવામાં 541 રૂ., સુરતમાં 540 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 15,662.50 ટન ડુંગળીની આવક થઇ છે.


(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
