<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

મેથાણ ગામમાં ગાડી નહીં JCBમાં પરણવા પહોંચ્યા વરરાજા :અનોખી જાન જોઈ લોકોમાં કુતૂહલ સર્જાયું

માત્ર ત્રણ-ચાર કિલોમીટરના અંતર માટે કમલેશ ચંદાણાએ 18 ગાડીઓનો કાફલો કર્યો અને વરરાજા પોતે જેસીબીમાં સવાર થયા

અમદાવાદ ;લગ્નમાં વરરાજાને ઘોડા, કાર, બળદગાડા કે કેટલાંક કંઈક નવું કરવા હાથી અને હેલીકોપ્ટરમાં જોય હશે. પરંતુ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કાવડાના મુવાડા ગામમાં એક અનોખી જાન જોવા મળી હતી. વરરાજાએ પરંપરાગત વાહનોને બદલે JCB પર જાન જોડી હતી. ચાંદાણા પરિવારના વરરાજાએ આ નવતર પ્રયોગ કર્યો હતો, જેમાં તેમના મિત્રોએ બે દિવસ સુધી સતત મહેનત કરીને JCBને ફૂલોથી શણગાર્યું હતું. જે બાદ જેસીબીના પાવડામાં બીરાજીને વરરાજા વહુને લેવા નીકળ્યા હતા.

આ અનોખી જાન જોડનાર વરરાજાનું નામ છે કમલેશ ચંદાણા… લગ્નની જાન મેથાણ ગામે ગઇ હતી. માત્ર ત્રણ-ચાર કિલોમીટરના અંતર માટે કમલેશ ચંદાણાએ 18 ગાડીઓનો કાફલો કર્યો હતો અને વરરાજા પોતે જેસીબીમાં સવાર થયા હતા.અને ડીજેના તાલે વાજતે-ગાજતે વરઘોડો કાઢી વરરાજો લગ્નમંડમમાં પહોચ્યો હતો. વરરાજાની સાથે ચારથી પાંચ અન્ય મિત્રો પણ જેસીબીના પાવડામાં બેઠા હતા.

આજની યુવા પેઢી પોતાન લગ્નને યાદગાર બનાવવા કંઈકને કંઈક નવું કરતા હોય છે. ત્યારે મુવાડા ગામના વરરાજા કમલેશ ચંદાણાએ પણ પોતાના જીવનની નવી શરૂઆત એક અનોખી રીતે કરી હતી. JCB પર નીકળેલી જાન સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી અને લોકોએ આ અનોખા દૃશ્યને નિહાળ્યું હતું. આ રીતે પરંપરાગત લગ્ન વિધિમાં નવતર પ્રયોગ કરીને વરરાજાએ પોતાના લગ્નને યાદગાર બનાવ્યાં હતા.

(8:59 PM IST)