<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

સુરતના ઓલપાડમાં પત્નીની હત્યા કરનાર પતિને મહારાષ્ટ્રના નવાપુરથી ઝડપી લેવાયો

આરોપી અશોકે તેની પત્ની હીરાબાઇ પર પૈસા ચોરીનો આરોપ મુકતા બંને વચ્ચે માથાકૂટ થઈ અને ઉશ્કેરાયેલા પતિ અશોકે છરી લઈ પત્નીના ગળા પર ઘા કર્યા હતા

સુરતમાં પત્નીની હત્યા નીપજાવનાર પતિને પોલીસે ઝડપી પાડ્યો છે. નજીવી બાબતમાં નીપજાવી હત્યા હતી.. સુરતના ઓલપાડમાં રવિવારે મહિલાની હત્યા થઈ હતી. જે તેના પતિએ જ કરી હોવાનુ અને બાદમાં ફરાર થઈ ગયાનું સામે આવ્યું. જેની જાણ ઓલપાડ પોલીસને થતાં ગણતરીના કલાકોમાં આરોપી પતિ અશોકની ઝડપી પાડ્યો છે. પત્નીની હત્યા નીપજાવ્યા બાદ તે મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. જેની ઓલપાડ પોલીસને બાતમી મળતા મહારાષ્ટ્રના નવાપુરથી હત્યારા આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે .

ઉલ્લેખનીય છે કે, ઓલપાડ-કીમ રોડ પર નવા બ્રિજ નજીક આરોપી અશોકબાપુ સકટ તેની પત્ની હીરાબાઇ અને 4 સંતાનો સાથે રહેતો હતો. રવિવારે રાત્રે આરોપી અશોકે તેની પત્ની હીરાબાઇ પર પૈસા ચોરીનો આરોપ મૂક્યો હતો. જેને લઈ બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને ઉશ્કેરાયેલા પતિ અશોકે છરી લઈ પત્ની હીરાબાઇના ગળા પર ઘા કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈ દીકરીએ બૂમો પાડતા પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને ઘાયલ હીરાબાઈને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે, ત્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા

(9:18 PM IST)