<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

લાઠીની મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર મચી

લાઠીના મામલતદારનું કહેવું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ વિદેશી દારૂની ખાલી બોટલો કચેરીના કમ્પાઉન્ડમાં ફેંકી ગયા

અમદાવાદ : રાજયમાં દારૂબંધીના લીરેલીરા ઉડતા નજરે પડે છે. ત્યારે ફરી એક વાર અમરેલી જિલ્લાના લાઠીમાં દારૂ બંધીના ધજાગરા ઉડાડતી ઘટના સામે આવી છે. લાઠીની મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર મચી છે. સરકારી કચેરીની બહાર વિદેશી દારૂની બોટલો પડી હોવાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. 

  ઘટના અંગે લાઠીના મામલતદારનું કહેવું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ વિદેશી દારૂની ખાલી બોટલો કચેરીના કમ્પાઉન્ડમાં ફેંકી ગયા છે. આ અંગે મામલતદારે પોલીસને પણ જાણ કરી છે. પરંતુ આ ઘટના બાદ સવાલ એ ઉભો થાય કે સરકારી કચેરીમાંથી જ જો દારૂની ખાલી બોટલો મળી આવે તો ગુજરાતમાં ખરેખરે દારૂબંધીના કાયદાનું પાલન થઈ રહ્યું હશે ખરું ?

(9:21 PM IST)