<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

ખેડા જિલ્લામાં રાજકીય ગરમાવો :પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 34 કાર્યકર્તાઓને ભાજપમાંથી સસ્પેન્ડ કરાતા હડકંપ મચ્યો

સ્થાનીક સ્વરાજની ચૂંટણી પહેલા ગરમાવો:પાંચ નગરપાલિકા સહિત બે તાલુકા પંચાયતના કાર્યકરોને સસ્પેન્ડ કરાયા

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમ છે. આ દરમિયાન ભાજપ સહિત વિવિધ રાજકીય પક્ષોમાં તોડજોડની રાજનીતિ તો ક્યાંક અપક્ષ મેદાને ઉતારવાની હોડ લાગી હતી. ત્યારે હવે ભાજપ આ મામલે આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. ખેડા જિલ્લામાં આજે ભાજપે એક સાથે 34  કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે.  

 

ખેડા જિલ્લામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 34 કાર્યકર્તાઓને ભાજપમાંથી સસ્પેન્ડ કરાતા હડકંપ મચ્યો છે. સ્થાનીક સ્વરાજની ચૂંટણી પહેલા ગરમાવો જોવા મળ્યો છે. પાંચ નગરપાલિકા સહિત બે તાલુકા પંચાયતના કાર્યકરોને સસ્પેન્ડ કરાયા છે.  મહુધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિધિબેન પટેલ તથા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન મહેશ પટેલને સસ્પેન્ડ કરાયા છે.  ખેડા શહેર યુવા મોરચા પ્રમુખ ભુપેન્દ્ર ગોહિલ સહિત અન્ય બે કાર્યકરોને  ભાજપ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  

 

ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ અજય બ્રહ્મભટ્ટ દ્વારા પક્ષ વિરોધી કામ કરનારા કાર્યકરો સામે લાલ આંખ કરી છે.  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાજ પક્ષમાંથી સસ્પેન્ડ કરાતા ભારે તર્કવિતર્ક શરૂ થઈ છે. જોકે ચૂંટણીનું પરિણામ જ જણાવશે કે પક્ષ સામે મોરચો મંડવામાં ફાયદો થયો કે નુકશાન. પરંતુ હાલતો ભાજપે સસ્પેન્ડ કર્યા છે. 

(9:31 PM IST)