તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
મણિનગરથી ગાંધીનગર અક્ષરધામ મંદિર જવા માટે એએમટીએસ બસ સેવા શરૂ: જાણો શું રહેશે ભાવ
મણિનગરથી ગાંધીનગર અક્ષરધામ સુધી આજથી 2 બસ શરૂ: રોજની 16 ટ્રિપ કરશે: બસમાં કોઈપણ પ્રકારનો ફ્રી, કન્ઝેક્શન પાસ મનપસંદ ટિકિટ નહીં ચાલે

ગાંધીનગર અક્ષરધાર મંદિર અને સચિવાલય જતાં નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદથી ગાંધીનગર અક્ષરધામ મંદિર સુધી નવી AMTS એક્સપ્રેસ બસ આજથી શરૂ કરવામાં આવી છે.
મણિનગરથી ગાંધીનગર અક્ષરધામ સુધી આજથી 2 બસ શરૂ કરવામાં આવી છે. જે રોજની 16 ટ્રિપ કરશે. જો કે બસમાં કોઈપણ પ્રકારનો ફ્રી, કન્ઝેક્શન પાસ મનપસંદ ટિકિટ નહીં ચાલે. હાલ 33 કિલોમીટરના રૂટ પર આ બસ દોડશે. આ માટે ટિકિટનો ભાવ 40 રુપિયા રાખવામાં આવ્યો છે.
બસનો રુટ શું રહેશે
પુષ્પકુંજ (શુકલદાદા ચોક),એસ.ટી. સ્ટેન્ડ.લાલ દરવાજા.દિલ્હી દરવાજા.શાહીબાગ અંડરબ્રિજ.સુભાષબ્રીજ સર્કલ (આર.ટી.ઓ.).વિસત સર્કલ.તપોવન સર્કલ (એસ.પી. રીંગ રોડ).કોબા સર્કલ.પી.ડી.પી.યુ. ક્રોસ રોડ.રક્ષા શકિત સર્કલ.ચ-રોડ ઇન્દ્રોડા સર્કલ.ચ-3 સર્કલ (સેકટર-11), વિધાન સભા.ઉધોગભવન ક્રોસ રોડ.જુના સચિવાલય. ગાંધીનગર અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
