<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

મહાકુંભના યાત્રીઓ માટે ખુશખબર ! ;અમદાવાદથી તા. 15 થી 28 દરમિયાન એડિશનલ 3 ફ્લાઈટ ઉડશે

હાલ પ્રયાગરાજનું રિટર્ન ભાડું 60 હજાર સુધી પહોંચ્યું: નવી ફ્લાઈટ્સના કારણે ભાડામાં ઘટાડો થઈ શકે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં જવા માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેના પગલે બસો અને ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે હવે અમદાવાદથી મહાકુંભ પ્રયાગરાજ જવા ઇચ્છુક યાત્રીઓ માટે ખુશખબર છે. 15 થી 28 ફેબ્રુઆરી વચ્ચે એડિશનલ 3 ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવનાર છે.

મહાકુંભ યાત્રા માટે શ્રદ્ધાળુઓની સગવડને ધ્યાનમાં રાખીને, ઇન્ડિગોએ અમદાવાદથી પ્રયાગરાજ માટે 15 થી 28 ફેબ્રુઆરી વચ્ચે એડિશનલ ત્રણ ફ્લાઈટ ઓપરેટ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ પ્રયાગરાજનું રિટર્ન ભાડું 60 હજાર સુધી પહોંચ્યું છે, પરંતુ આ નવી ફ્લાઈટ્સના કારણે ભાડામાં ઘટાડો થઈ શકે છે, જેથી શ્રદ્ધાળુઓને ફાયદો મળશે.

આગામી વેકેશનમાં સમર શિડ્યુલ માં પહેલી માર્ચથી ઈન્ડિગો પ્રથમ વખત કિશનગઢની ડેઈલી ફ્લાઈટ શરૂ કરશે, જે અમદાવાદથી સવારે 7:45 વાગે ટેક ઓફ થશે. અને કિશનગઢ 9.10 કલાકે પહોંચશે. જ્યારે રિટર્નમાં ફ્લાઈટ સવારે 9.30 વાગે ઉડાન ભરી 11 વાગ્યે અમદાવાદ આવશે.

મહાકુંભ માટે સ્પેશિયલ ટ્રેનો તેમજ એસટીની વોલ્વો બસો પણ દોડાવવામાં આવે છે. જો કે, ધસારો એટલો બધો છે કે ટ્રેનો અને બસમાં પણ લોકો જગ્યા મેળવી શક્તા નથી.

(11:45 AM IST)