News of Tuesday, 11th February 2025
ગુજરાત ઇન્જેકટ (કેરલ) ત્રીજા ત્રિમાસીક પરીણામો જાહેરઃ ચોખ્ખો નફો ૪પ૦૦% વધ્યો

રાજકોટ તા.૧૧: BSE-લિસ્ટેડ, ગુજરાત ઇન્જેક્ટ (કેરલ) લિમિટેડ (BSE: ૫૨૪૨૩૮) દેશમાં કળષિ ઉત્પાદોના ક્ષેત્રમાં જાણીતી અગ્રણી કંપની છે. આ કંપનીએ ૨૦૨૪-ડિસેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેના ચોખ્ખા નફામાં ૪૫૦૦%નો નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે.
આ કંપની જથ્થાબંધ શાકભાજી અને ફળોના વેપારમાં વિશેષજ્ઞતા ધરાવે છે. તે ખેડૂતો પાસેથી સીધી તાજી પેદાશો મેળવે છે અને ગુણવત્તા, તાજગી અને ખામીરહિત સપ્લાય ચેઇન સુનિ?તિ કરીને તેને દુકાનદારો સુધી પહોંચાડે છે. ડિસેમ્બર-૨૦૨૪ ત્રિમાસિક ગાળામાં ગુજરાત ઇન્જેક્ટ (કેરલ)નો ચોખ્ખો નફો રૂ. ૨૧.૧૬ લાખ હતો, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. ૦.૪૬ લાખના નફા કરતાં ૪૫ ગણો વધારે છે. આ ઉપરાંત, ડિસેમ્બર-૨૦૨૪ ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક રૂ. ૩૧૫.૨૩ લાખ હતી, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. ૨૧.૫૯ લાખ હતી, જે ૧,૩૬૦%ની વળદ્ધિ દર્શાવે છે
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
