તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
૧૪૦ ગુન્હાના આરોપી બે ભાઈઓ સાથે રાજકોટના તાહીર વોરા સકંજામા
ફોર વ્હીલ ચોરી કરી રાજકોટમાં તોડી નિકાલ કરવાના કૌભાંડનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશઃ અકિલા સમક્ષ ષડયંત્રના તાર ખોલતા પીઆઇ આર.જી.જાડેજા : પીઆઇ આર જી.જાડેજા, પીઆઇ એચ ડી. તુવરાનાં નેતળત્વમાં પીએસઆઈ એન બી. ચૌહાણ, પીએસઆઈ વી. સી. ચૌહાણ સ્ટાફની કાબિલે દાદ કામગીરી

રાજકોટ તા.૧૨: ફોર વ્હીલ ગાડીઓ ચોરી અને રાજકોટના એક શખ્સની મદદથી તોડી નાખવાના મસ મોટા કારોબારનાં ૧૪૦ થી વધુ ગુન્હામાં પકડાયેલા રાજકોટના તાહીર વોરા સહિત કુલ ત્રણને સકંજામાં લેવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હોવાનું પીઆઇ આર.જી. જાડેજાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
વડોદરા પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા જ સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવવા સાથે સ્વચ્છ છબી ધરાવતા નરસિંહમાં કોમાર દ્વારા પ્રજા હિત સર્વપરી ૧ મુદ્દાનો કાર્યક્રમ અમલી બનાવી તેનો કડક રીતે અમલ કરાવતા આખું તંત્ર દોડતું થયેલ છે. લોકો પણ આ બાબતથી વાકેફ હોય સીપી સમક્ષ સતત રજૂઆત કરે છે, આ દરમિયાન કાર ચોરીના બનાવો અંગેની હકિકત સામે આવેલ જે સંદર્ભે તેવો દ્વારા એડી સીપી લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિંહ રાઠોડ સાથે ચર્ચા કરી આખી રણનીતિ બનાવી અમલવારી કરવાની જવાબદારી પીઆઇ આર.જી. જાડેજા, પીઆઇ એચ.ડી. તુવરા ટીમને સુપ્રત કરતા આખી ટીમ કામે રાત દિવસ કામે લાગેલી. દરમિયાન સ્ટાફનાં પીએસઆઈ એન.બી. ચૌહાણ, વી.સી ચૌહાણ અને સ્ટાફ દ્વારા વિવિધ વિસ્તારના સીસીટીવી ફૂટેજ, અગાઉ પકડાયેલ આરોપી, રીઢા ગુનેગારોની કુંડળી સાથે બાતમીદાર વર્તુળ એક્ટિવ મોડમાં મુકેલ.
આ દરમિયાન અમદાવાદ જીલ્લાના બાવળાના હરેશભાઈ માંણીયાનું નામ સપાટી પર આવેલ. તેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચૂપચાપ ઝડપવા જાળ બિછાવવામાં આવેલ તેમ પીઆઇ આર જી. જાડેજાએ જણાવેલ. દરમિયાન ચોક્કસ નંબરની કારમાં આવી રહ્યાંની બાતમી આધારે તેને ઝડપી લેવામાં આવેલ. તેની પાસે રહેલ ઈકો કાર તથા ૨૫૦૦૦ રોકડ કબજે કરેલ.તેના ભાઈ સાથે રહી ગાડીઓ ચોરી કરતો હોવાનું કબૂલ્યું હતું.તેના ભાઈને પણ ઝડપી વિશેષ પૂછપરછ કરતાં તેઓ દ્વારા ચોરાયેલ કાર રાજકોટના તાહેર વોરાને આપી હોવાનું કબૂલ્યું હતું. તેમ વિશેષમાં પીઆઇ આર.જી.જાડેજાએ જણાવેલ. આથી તેની સામે કાર્યવાહી કરી કાર કબજે કરવામાં આવેલ. છેલ્લા ૧૦ વર્ષથી બન્ને ભાઈ કાર ચોરીના ધંધામાં હોવાનું બહાર આવેલ.(૨.૨)
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
