News of Wednesday, 12th February 2025
ભરૂચના જંબુસરમાં ખાનગી કંપનીમાં ભીષણ આગ ભભૂકી:અન્ય કંપનીમાં પણ પ્રસરી ગઈ
આગે વિકરાળ રૂપ ધારણ કર્યું બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમો બનાવ સ્થળે પહોંચી

ભરૂચના જંબુસરમાં એક ખાનગી કંપનીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ પ્રસરી હતી. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.
બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમો બનાવ સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. જે કંપનીમાં આગ લાગી હતી એ પ્લાસ્ટિકના બેરલ બનાવવાનું કામ કરતી હોવાનું હાલ જાણવા મળ્યું છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
