તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
અમદાવાદના રાજપથ, બોપલ, ધુમા, મકતમપુરા,સરખેજ સહિતના વિસ્તારમાં બુધવારે બપોર બાદ પાણી કાપ
પાણીની મુખ્ય ટ્રંક લાઇન નડતરરૂપ હોવાથી તેને શિફટ કરવાની કામગીરીના કારણે નિર્ણય

અમદાવાદના રીંગ રોડ પર આવેલા ઓગણજ સર્કલ પર ઔડા દ્વારા અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં પાણીની મુખ્ય ટ્રંક લાઇન નડતરરૂપ હોવાથી તેને શિફટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
બુધવારના દિવસે રાજપથ, બોપલ, ધુમા, મકતમપુરા, સરખેજ જેવા વિસ્તારોમાં સવારે પાણીનો સપ્લાય આપ્યા બાદ બપોરથી પાણી સપ્લાય બંધ રહેશે. ગુરૂવારથી પાણી રાબેતા મુજબ મળશે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
