<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચને પગલે આ રસ્તો બંધ રહેશે: AMTSની વધારાની 104 બસ દોડાવાશે

મેચને કારણે જનપથથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઈ મોટેરા ગામ સુધીનો રોડ સવારે 9 વાગ્યાથી મેચ પૂરી ન થાય ત્યાં સુધી વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

અમદાવાદ : આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ છે. ત્યારે લોકોને ટ્રાફિકમાં ફસાવું ન પડે તે માટે આ આજે એએમટીએસ દ્વારા વધારાની બસો મુકવામાં આવી છે. જેમાં 13 રૂટની 79 બસો તેમજ 5 રૂટની બીજી 25 બસ મળી કુલ 18 રૂટ પર 104 વધારાની બસો આજે દોડાવવામાં આવશે. મેચના કારણે સ્ટેડિયમ તરફ જવાનો રસ્તો પણ બંધ રહેશે.

 

મેચને કારણે જનપથથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઈ મોટેરા ગામ સુધીનો રોડ સવારે 9 વાગ્યાથી મેચ પૂરી ન થાય ત્યાં સુધી વાહનોની અવરજવર માટે બંધ રહેશે. વાહનચાલકો તપોવન સર્કલથી ઓએનજીસી ચારરસ્તા થઈ વિસતથી વાયા જનપથ થઈ અવરજવર કરી શકશે. ઉપરાંત કૃપા રેસિડેન્સિથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

 

13 રૂટમાં ત્રાગડથી ઇન્દિરાનગર, મણિનગર- ચાંદખેડા, લાલદરવાજાથી ચાંદખેડા, રાજીવનગર, ત્રાગડ ગામની બસો ઉપરાંત સારંગપુરથી અંબા ટાઉનશીપ ત્રિમંદિર, મનમોહન પાર્કથી ત્રિમંદિર, કાલુપુરથી ત્રિમંદિરની બસો, અમરાઇવાડીથી ત્રાગડ, સારંગપુરથી ત્રાગડ, ત્રાગડ ગામથી ભક્તિ સર્કલ, વાસણાથી ચાંદખેડા ગામ અને લાલદરવાજાથી કલોક ઇન્સ ઓફ ટેકનોલોજી રૂટની 79 બસો દોડાવાશે. આ બસોમાં નવા 5 રૂટમાં સ્ટેડિયમથી વાસણા, મણિનગર, ઓઢવ, નારોલ અને ઉજાલા સર્કલ સુધીની રહેશે. મુસાફરે
દર્શકો મોટી સંખ્યામાં મેચ જોવા જવાના છે. માટે મેટ્રો પણ રાત્રે 10 વાગ્યા સુધી ચાલતી હોય છે તેની જગ્યાએ આજે 12 વાગ્યા સુધી ચલાવવામાં આવશે. મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી મેટ્રો દર 8 મિનિટે મળી શકશે.

(11:37 AM IST)