તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચનું કોમ્બિંગ :ગેરકાયદે રીતે રહેતા 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા
કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અટકાયત :વેશ્યાવૃત્તિ માટે સગીર છોકરીઓની હેરાફેરી કરવામાં સંડોવાયેલા વ્યક્તિઓની ઓળખ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં કોમ્બિંગ કરીને અત્યારસુધીમાં 50 જેટલા ગેરકાયદે વસવાટ કરતા નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી 15 ઇમિગ્રન્ટ્સને બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા હોવા અંગેની વિગતો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આપી છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વીટર(X) પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરી છે અને 15 ઇમિગ્રન્ટ્સને બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા છે. વેશ્યાવૃત્તિ માટે સગીર છોકરીઓની હેરાફેરી કરવામાં સંડોવાયેલા વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી અને તેમની ધરપકડ કરવામાં આવી છે. આ સાથેજ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવતા રેકેટનો પર્દાફાશ થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું છેકે, કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી છે. 15 ઇમિગ્રન્ટ્સ અને 1 સગીર બાળકને સફળતાપૂર્વક ડિપોર્ટ કરવામાં આવ્યા છે. બાકીના ઇમિગ્રન્ટ્સના ડિપોર્ટ માટેની કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
