તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
આપઘાત કરવાથી તમારા બાળકો, પરિવારને આજીવન અસહ્ય પીડા મળશે...અનુપમસિંહ ગેહલોત
આપઘાતનાં કારણોને તારણો જાણવા વિશેષ કમિટી, સુસાઇડ પોઇન્ટ ઓળખ્યા.. બેનરનાં હદયસ્પર્શી લખાણ આપઘાત કરતાં બ્રેક લગાવશે વિવિધ મહિલા, સામાજિક, ધાર્મિક સંસ્થા સામેલ :સુરત સીપીનાં માનવતાવાદી અભિયાનને ગુજરાતભરની સંસ્થા દ્વારા આવકાર - કામનાથ પ્રાઇવેટ લી.નાં પ્રિયવદન કક્કડ આખી ટીમ માનવીય કાર્યમાં જોડશે :કેદીઓના હૃદય હચમચાવે તેવા યુવા આર્ટીસ્ટની મોટી સંખ્યા ધરાવતી રાજકોટનાં ચિત્રનગરી ટીમના જીતુભાઇ ગોટેચા,પોલીસ કમિશનરનાં માનવીય વલણથી પ્રભાવિત, લોક જાગળતિ અભિયાનમાં સામેલ કરવા ઓફર આપી...

રાજકોટ, તા.૧૨: કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ રીતે જાળવી રાખવા માટે રીઢા ગુનેગારોનાં મેળા યોજી ખુલ્લી ચીમકી, ગેર કાયદે હથિયારો ચેતવણી આપી પોલીસને સુપ્રત કરવા, વ્યાજખોર, લુખ્ખા, વર્ષો જૂના વોન્ટેડ અપરાધીઓ તે પછી અન્ય રાજ્યના હોય તો સૂરતમાં ન છૂપાય તે સાથે લોકોને સાથે રાખી ડ્રગ્સ વિરોધી સફળ અભિયાન અને હવે જેનો ફિગર એક હજારને આંબી જાય તેમ છે તેવા વ્યાજખોરો, મહિલા, બાળકો વિરુદ્ધના કૃત્યું સામે પાસાનાં પિંજરે પૂરનાર સુરત પોલીસ કમિશનર અનુપમ સિહ ગેહલોત દ્વારા જે નવતર અભિયાન શરુંકર્યું છે તેની ગ્રહ મંત્રીથી માંડી આખા ગુજરાતનાં લોકોએ નોંધ લીધી છે, આ અભિયાન એટલે લોકોનું અમૂલ્ય જીવન આપઘાત કરી કોઈ સંજોગોમાં ખતમ ન કરે તે માટે રોકવાનું અભિયાન.
તમારૂ જીવન ફકત તમારું નહિ, તમારા પરિવારનું પણ છે, આપઘાત કોઈ સમસ્યાનો ઉકેલ નહિ પણ સમગ્ર પરિવાર માટે આખા જીવનની સજા રૂપ બને છે, તેવું લોકોને સરળ ભાષામાં સમજાય તે રીતે શરૂ કર્યું છે. તેમ અનુપમસિહ ગેહલોત દ્વારા ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
અનુપમસિહ ગેહલોતે જણાવેલ કે આવા વિચાર કરનાર વ્યક્તિ વિશે કોઈ સગા, પરિવારને જાણ થાય તો અમે સમયસર તેમની સમસ્યા દૂર કરી અથવા તેમને સારી રીતે સમજાવટ કરી શકીએ. ઘણા ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ, સામાજિક સંસ્થાના આગેવાન, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ આવા લોકોને સમજાવટ કરવા પોતાની સેવા લેવા જણાવ્યું છે.
પ્રત્યેક ઘટના પર જેમની દૃષ્ટિ રહે છે તેવા અનુપમસિહ ગેહલોતનાં ધ્યાને વધતી સંખ્યા અંગે ખ્યાલ આવતા, વિવિધ કારણો, પરિબળો શોધવા વિશેષ ટીમ બનાવો, આપઘાત કય સ્થળે વધુ થાય છે? તે શોધી પોલીસ પેટ્રોલિંગ વધારવા, પોલીસ મથકોને આવા લોકોની સમસ્યાને પ્રાથમિકતા આપી મદદ કરવા આદેશ આપ્યા છે.
અનુપમસિહ ગેહલોત કહે છે કે આપઘાત કરવાનો વિચાર મોટે ભાગે ક્ષણિક આવેશમાં આવી લેવાતો હોય છે. આ વિચાર દૂર કરે તેવા વિચાર માટે આવા સુસાઈડ પોઇન્ટ નજીક બેનરો લગાવી તેમને પરિવારનની દુહાઈ, બાળકોની સ્થિતિનો ચિતાર આપતા બેનરો લગાડી આપઘાત કરતાં રોકવામાં આવે તે માટે સુરત સહિતની કેટલીક નિષ્ણાત એજન્સીઓ અભીયાનથી પ્રભાવિત બની આ માનવતાનાં કાર્યમાં મદદ કરવા તત્પર છે, રાજકોટની ચિત્રનગરી ટીમ કે જેમાં ૫૦૦ થી વધુ તજજ્ઞ યુવા યુવતીની ટીમ છે, તેના સ્થાપક જીતુભાઈ ગોટેચા દ્વારા પણ આવા સદ કાર્યમાં સામેલ થવા સામેથી ઓફર કરી છે, આપઘાત માટેની સમસ્યા પોલીસ લેવલની હશે તો પોલીસ સ્ટાફ, પરિવારિક હશે તો મહિલા સંસ્થા સહિતની સંસ્થા મદદરૂપ બનશે. અમારા માનવતાવાદી અભીયાનને સુરત સહિતના ગુજરાતના લોકોએ આવકારી જે રીતે મદદરૂપ બનવા તત્પરતા દાખવી છે તેનાથી આ કાર્ય કરવાનો ઉત્સાહ વધ્યો છે રાજ્ય સરકાર તો તમામ રીતે સહયોગ આપી રહી છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
