તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
વલસાડના પારડીમાં ક્વોરીની ખાણમાં ટ્રક ખાબકી: ચાલકનું મોત
ખાણમાં ભરેલી ટ્રેક બહાર નીલકંતી વખતે અચાનક રિવર્સ થઈ જતા ખીણમાં ખાબકી

વલસાડના પારડીમાં ક્વોરીની 50 ફૂટ ઉંડી ખાણમાં ટ્રક ખાબકી છે. ક્વોરીની ખાણમાં ભરેલી ટ્રેક અચાનક રિવર્સ થઈ જતા પાણીમાં ખાબકી હતી. જેમાં ટ્રેક ચાલકનું મોત થયું છે.
પથ્થરભરી ટ્રક નીકળતી હતી ત્યારે ઘટના બની છે. ટ્રકચાલક ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ ફરજ પરના ડૉક્ટરે ટ્રકચાલકને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે
CCTVમાં જોઈ શકાય છે કે, એક ખીણમાં જેસીબી મશીન ખોદકામ કરી રહ્યું હોય છે તે સમય તે ખીણમાંથી ટ્રક બહાર નીકળવાના રસ્તા પર બહાર નીકળી રહી હોય છે ત્યારે તે અચાનક વચ્ચે રિવર્સ થઈ જાય છે અને આમ તે ખીણમાં ખાબકી જાય છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
