તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 12th February 2025
મહિલા PSIએ સમાજને આઈનો બતાવ્યો, કહ્યું- 'અમે દારૂના કેસમાં 15ને પકડી તો એમાંથી 10 પટેલ હોય છે
શું કામ અવળા રસ્તે ચડો છો? સમાજે આટલી નામના મેળવી છે. આટલું આગળ વધ્યા છીએ, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું?

દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આજીવન દારૂબંધી જેવા સામાજિક દૂષણ વિરુદ્ધ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનું કહેવું હતું કે, દારુની લત વ્યક્તિના આત્મા અને શરીરનો નાશ કરે છે. જો ગુજરાતની વાત કરીએ તો, આપણા રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાનો દાવો ભલે કરવામાં આવતો હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે. આજે દરેક સમાજની યુવા પેઢી શરાબ ઉપરાંત ડ્રગ્સ, તમાકું વગેરે જેવા જીવલેણ વ્યસનના રવાડે ચડી ગઈ છે. એવામાં પાટીદાર મહિલા PSIએ સમાજના કાર્યક્રમમાં જ સમાજને આઈનો બતાવવાની હિંમત દાખવી છે.
સરથાણા વિસ્તારના મહિલા PSI ઉર્વિશા મેંદપરાએ સમાજના કાર્યક્રમમાં જણાવ્યું કે, હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું. અમારું કામ છે કે, સાંજે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા. આથી અમે અમારા ટાર્ગેટ પર નીકળી જઈએ છીએ કે, આજે આટલા કેસ કરવાના છે.
હું એમ કહું છું કે, એને કોઈ પણની ભલામણ આવે, મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાત એ અંદર લોકઅપમાં રહેશે, તો એને ખ્યાલ આવશે કે, આ વસ્તુ ના કરાય, ખુબ વિચારવાની વાત છે.
અત્યારે સમાજના તમામ વ્યક્તિઓ બેઠા છે એટલે હું કહેવા માગું છું કે, આ વસ્તુ વિચારવાની વાત છે. શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરોને. જે સાયબર ફ્રોડના કેસ આવે છે, એમાં 50 ટકા પટેલ સમાજ હોય છે. શું કામ અવળા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે. આટલું આગળ વધ્યા છે તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું. આજુબાજુના વ્યક્તિ પણ અમને કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે. તમારો સમાજ છે. કેટલી શરમ આવે? એટલે થોડુ વિચારવાની વાત છે
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
