તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
કુટીર અને ગ્રામોદ્યોગ માટે લોનની રકમ રૂ.૨૫ લાખ : સબસીડીની રકમ રૂ.૩.૭૫ લાખ કરવામાં આવી
છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ૭૪ હજાર કરતાં વધુ કુટીર, ગ્રામોદ્યોગ, હાથવણાટ અને હસ્તકળા ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરોને લોન આપી

અમદાવાદ: ગુજરાત સરકારે વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ૭૪ હજાર કરતાં વધુ કુટીર, ગ્રામોદ્યોગ, હાથવણાટ અને હસ્તકળા ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરોને લોન આપી છે. જેમાં કારીગરોને રૂ.૬૩૪ કરોડની માતબર રકમની સબસીડી સહાયરૂપે આપવામાં આવી હતી.
કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ ૨૦૨૪ અંતર્ગત આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માટે લોન રકમની મર્યાદા રૂ.૮ લાખથી વધારીને રૂ.૨૫ લાખ કરવામાં આવી છે, જ્યારે મહત્તમ સબસીડીની મર્યાદા રૂ.૧.૨૫ લાખથી વધારીને રૂ.૩.૭૫ લાખ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા અમલી આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ માં ૨૩,૬૫૯ લાભાર્થીઓને રૂ.૧૯૭.૫૩ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૮,૦૪૯ લાભાર્થીઓને રૂ.૨૩૨.૭૪ કરોડ તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ માં જાન્યુઆરી સુધીમાં ૨૩,૦૭૭ લાભાર્થીઓને રૂ.૨૦૪.૪૦ કરોડની એમ કુલ- ૭૪૦૦૦ કરતાં વધુ લાભાર્થીઓને રૂ.૬૩૪ કરોડથી વધુ સબસીડી સહાયનો લાભ આપવામાં આવ્યો હતો.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
