<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

ગુજરાતની તમામ આરોગ્ય સંસ્થાઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન (૧૨ માર્ચ સુધીમાં) કરાવી લેવું

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સધન ઝુંબેશ હાથ ધરવામાં આવી

અમદાવાદ: ગુજરાતની તમામ હોસ્પિટલ સહિતની આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓ અને ડાયગ્નોસ્ટિક લેબ માટે ધ ક્લિનિકલ એસ્ટાબ્લીઝમેન્ટ એક્ટ-૨૦૨૪ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજીસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ તા.૨૨-૫-૨૦૨૧ ના રોજ ગેઝેટમાં પ્રકાશિત થયો હતો. આ કાયદો તા.૧૩-૯-૨૦૨૨ ના રોજ સમગ્ર રાજ્યમાં અમલમાં આવેલ છે.

ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજીસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ-૨૦૨૧ અંતર્ગત નિયમો અને નિયમન તા.૧૩-૩-૨૦૨૪ ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ થઈ અમલમાં આવ્યો છે. જેના ભાગરૂપે જ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સધન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તા.૧૨ માર્ચ-૨૦૨૫ સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલોએ આ અધિનિયમ હેઠળ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.

(11:39 PM IST)