<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

સુરતમાં બે દિવસમાં હેલમેટ નહિ પહેરતા સરકારી બાબુ સામે 469 કેસ, 2.34 લાખનો દંડ વસુલાયો

ડીજીપીના નિર્દેશ બાદ સુરત શહેરમાં વિવિધ સરકારી કચેરી બહાર ચેકીંગ

 

સુરત શહેરમાં હેલમેટ નિયમના ભંગ બદલ સરકારી કર્મચારી/અધિકારીઓ વિરુદ્ધ બે દિવસમાં 469 કેસ કરવામાં આવ્યા છે. અને 2.34 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

રાજ્યના ડીજીપીએ સરકારી કર્મચારીઓ ફરજિયાત હેલમેટ પહેરે તે માટે એક પરિપત્ર જાહેર કર્યો હતો અને ડીજીપીના નિર્દેશ બાદ સુરત શહેરમાં વિવિધ સરકારી કચેરી બહાર પોલીસ દ્વારા જે સરકારી કર્મચારી/અધિકારીઓએ હેલમેટ પહેર્યા ન હતા તેઓની પાસેથી દંડની રકમ વસૂલવામાં આવી હતી.

તારીખ 11 ફેબ્રુઆરીના રોજ હેલ્મેટ નિયમ ભંગ બદલ સરકારી કર્મચારી /અધિકારીઓ વિરુદ્ધ 22 કેસ કરી રૂપિયા 1,41,000નો દંડ કરવામાં આવ્યો હતો. જ્યારે તારીખ 12 ફેબ્રુઆરીના રોજ કુલ 17 કેસ કરી રૂપિયા 93,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આમ 2 દિવસમાં કુલ 469 કેસ કરી રૂપિયા 2,34,500નો વસૂલવામાં આવ્યો હતો.

(11:54 PM IST)