News of Thursday, 13th February 2025
દાહોદમાં પકડાયેલ ચાંદી અને રોકડ સહિત ૨ કરોડનો મુદ્દામાલ રાજકોટમાં કોને મંગાવેલ! ભારે ધમધમાટ
બોલેરો ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચે ચોરખાનામાં ચાંદી તેમજ રોકડ રકમ સંતાડેલી હતી જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતીગુજરાત મધ્યપ્રદેશની બોર્ડર નજીક દાહોદ એસપી રાજદીપસિહ ઝાલાની ટીમ ત્રાટકી, ત્રણ સકંજામાં ઓજસ સ્પીડ કુરિયર કંપની મારફત પીકપ ટ્રકમાં માલ રાજકોટ ડીલીવર થાય તે પહેલાં તેનાં પર સતત વોચ રાખતી ટીમ દ્વારા માલ જપ્ત કરાયો ત્રણે આરોપીની પૂછપરછ અત્યારે ચાલુ છે, દૂધનું દૂધ પાણી થશેઃ અકિલા સાથે એસપી રાજદીપસિંહ ઝાલાની વાતચીત બોલેરો ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચે ચોરખાનામાં ચાંદી તેમજ રોકડ રકમ સંતાડેલી હતી જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતીગુજરાત મધ્યપ્રદેશની બોર્ડર નજીક દાહોદ એસપી રાજદીપસિહ ઝાલાની ટીમ ત્રાટકી, ત્રણ સકંજામાં ઓજસ સ્પીડ કુરિયર કંપની મારફત પીકપ ટ્રકમાં માલ રાજકોટ ડીલીવર થાય તે પહેલાં તેનાં પર સતત વોચ રાખતી ટીમ દ્વારા માલ જપ્ત કરાયો ત્રણે આરોપીની પૂછપરછ અત્યારે ચાલુ છે, દૂધનું દૂધ પાણી થશેઃ અકિલા સાથે એસપી રાજદીપસિંહ ઝાલાની વાતચીત

રાજકોટ તા.૧૩: દાહોદ એસપી રાજદીપસિંહ ઝાલા ટીમની જાગળતિથી ચાંદી અને રોકડ મળી ૨.૧૪ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો રાજકોટ ડીલીવર થવાનો હતો તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવતા રાજકોટ આ માલ અને રોકડ કોને મંગાવેલ તે અંગે પૂછપરછનો ધમધમાટ ચાલી રહ્યાનું એસપી રાજદીપસિહ ઝાલાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
ઓજસ સ્પીડ કુરિયર કંપનીના કુરિયર ટ્રક મારફત આ જથ્થો રાજકોટ પહોંચી જાય તે પહેલાં આ બોર્ડર પર સતત જાગળતિને કારણે સકંજામાં ત્રણ લોકો આવી ગયા હતા. જે ત્રણ શખ્સ ઝડપાયા છે તેમાં ડ્રાઈવર વિરેન્દ્રકુમાર શર્મા, મનીષ ગુપ્તા અને રાજુ પટેલ નામ હોવાનું એસપી દ્વારા અકિલાને જણાવાયું છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે દાહોદ જિલ્લા પોલીસે આંતરરાજ્ય બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કુરિયર કંપનીની ગાડીના ચોરખાનામાં સંતાડી લઈ જવાતી ૭૫ લાખની આશરે ૧૦૮ કિલો ચાંદી અને ૧.૩૮ કરોડની રોકડ સહીત ૨.૧૯ કરોડનો મુદ્દામાલ પકડી પાડયો છે. આ સાથે ઉત્તર પ્રદેશના ચાલક સહિત ૩ ઈસમોની ધરપકડ કરી છે. રોકડ રકમ અને ચાંદીનો જથ્થો રાજકોટ લઈ જવાતો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોવાથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતી બોર્ડર ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ગઈકાલે મધ્યપ્રદેશ - ગુજરાતને જોડતી ખંગેલા ચેકપોસ્ટ ઉપર પોલીસે વાહન ચેકિંગ કર્યું ત્યારે ઓજસ સ્પીડ કુરિયર કંપનીની બોલેરો કેમ્પર ગાડીને રોકી હતી. જેમાં તપાસ કરતા બોલેરો ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચ ચોરખાનામાં ચાંદી તેમજ રોકડ રકમ સંતાડેલી હતી. જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે ગાડીના ડ્રાઈવર વિરેન્દ્રકુમાર રામલાલ શર્મા (ઉ.વ. ૪૦, રહે. ઝાંસી, પ્રેમ નગર થાનાની પાછળ ઝાંસી (યુ.પી.) તથા (૨) ડ્રાઈવરની બાજુમાં બેટેલા મનીષકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા (ઉ.વ. ૪૫ રહે. ડરૂ ભોડેલા તા.જી. ઝાંસી)અને (૩) રાજુભાઇ શ્રીકાલિકા પ્રસાદ પટેલ (ઉં.વ. ૪૫, ખેતીકામ રહે. ઉનાવ ગેટની બહાર , અંજની નગર, ઝાંસી)ની ધરપકડ કરી હતી.
બંનેને પકડી મુદ્દામાલ સાથે પોલીસ સ્ટેશન લવાયા હતા, અને ગુનો દાખલ કર્યો હતો. ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા રોકડ રકમનો ઉપયોગ થવાની શકયતા જણાઈ રહી છે. જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
