<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા:રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.8 નોંધાઈ નોંધાઈ : કેન્દ્રબિંદુ દાંતીવાડા તાલુકાનું ડેરી ગામ

પાલનપુરથી 34 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં કેન્દ્ર બિંદુ : 3.3 કિમીની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું

બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાય છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ દાંતીવાડા તાલુકાનું ડેરી ગામ હોવાનું સામે આવ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ હતી. ભૂકંપને લઈ અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પાલનપુરથી 34 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં કેન્દ્ર બિંદુ નોંધાયું છે. 3.3 કિમીની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. દાંતીવાડા તાલુકામાં ભૂકંપના આંચકાને લઈ લોકોમાં ભય ફેલાયો છે.

(6:32 PM IST)