તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
સુરત રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડવા દરમિયાન વૃદ્ધ પટકાયા: GRP જવાને બહાર ખેંચીને જીવ બચાવ્યો
વૃદ્ધે દરવાજાનું હેન્ડલ પકડી રાખ્યું હોવાથી તેઓ ટ્રેનની સાથે ખેંચાવા લાગ્યા:સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરતના રેલ્વે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડવા જતી વેળાએ એક વૃદ્ધનો પગ લપસી ગયો હતો. જેથી તેઓ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ જવાના હતા, પરંતુ આ સમયે ત્યાં હાજર જીઆરપી જવાન તાત્કાલિક ત્યાં મદદ માટે દોડી આવ્યો હતો અને વૃદ્ધને ખેંચી લીધા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના રેલ્વે સ્ટેશન પર આ ઘટના બની હતી કે જ્યાં પ્લેટફોર્મ નંબર 1 પર રાત્રે 10:47 વાગ્યે ઇન્દોર એક્સપ્રેસ ટ્રેન આવી હતી. આ ટ્રેનમાં એક વૃદ્ધ ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન તેઓનો પગ લપસી ગયો હતો અને તેઓ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે પટકાયા હતા.
જો કે ત્યાં હાજર સુરત રેલવે પોલીસના જવાન ગુલાબસિંહ મનસુખભાઈ તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા સાથે અન્ય લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને વૃદ્ધને ખેંચી લીધા હતા. સદનસીબે આ ઘટનામાં વૃદ્ધનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે
સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ટ્રેન ચાલું થઇ ગઈ હતી, તે દરમ્યાન એક વૃદ્ધ વ્યક્તિ ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયત્ન કરે છે. તેઓ પટકાય છે ત્યારે વૃદ્ધે ટ્રેનનું હેન્ડલ પકડી રાખ્યું હોવાથી તેઓ ટ્રેનની સાથે ખેંચાતા જઈ રહ્યા હતા. આ દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવી રહેલા જવાનની નજર વૃદ્ધ પર પડી હતી અને મદદ માટે દોડી આવ્યા હતા અને વૃદ્ધને ખેંચી લીધા હતા
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
